શિવપરામાં 23 વર્ષીય યુવાન નો ગળાફાંસો ખાઈ આપઘાત: કારણ અકબંધ
શહેરના રૈયારોડ પર આવેલા શિવપરામાં 27 વર્ષીય વિકાસ ગોસ્વામીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. વિકાસ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. આત્મહત્યા કરવાનું કારણ સામે ન આવતા ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, વિકાસ રણજીતભાઈ ગોસ્વામી (ઉ.વ.23)એ પોતાના ઘરે બાથરૂમમાં દોરી બાંધી પોતાની જાતને ગળાફાંસો લગાવી દીધો હતો.
પરિવારને જાણ થતા ઘણું મોડુ થઈ ગયું હોય સ્થળ પર જ તેમનું મોત થયું હતું.બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.વિકાસ રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોકથી આગળ શિવપરા શેરી નં.4માં પોતાના માતા-પિતા સાથે રહેતો હતો, અને પ્રાઈવેટ નોકરી કરતો હતો.પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા કલ્પાંત છવાયો હતો.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી, આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.