'કલ્કિ' પર હિન્દુઓની લાગણી દુભાવવાનો આરોપ:આચાર્ય પ્રમોદ કૃષ્ણમે નોટિસ મોકલી, કહ્યું- મેકર્સ સંતોને રાક્ષસ તરીકે દર્શાવે છે - At This Time

‘કલ્કિ’ પર હિન્દુઓની લાગણી દુભાવવાનો આરોપ:આચાર્ય પ્રમોદ કૃષ્ણમે નોટિસ મોકલી, કહ્યું- મેકર્સ સંતોને રાક્ષસ તરીકે દર્શાવે છે


પ્રભાસ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'કલ્કિ 2898 એડી' રિલીઝ થયાના 24 દિવસ બાદ વિવાદમાં ફસાઈ છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને શ્રી કલ્કિ ધામના પીઠાધિશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ફિલ્મના નિર્માતાઓ પર ધાર્મિક તથ્યો અને ધાર્મિક પુસ્તકો સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય શાસ્ત્રોમાં ઉલ્લેખિત ભગવાન શ્રી કલ્કિના અવતરણનો ઉલ્લેખ કરતાં આચાર્યએ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દૃશ્યોને કાલ્પનિક ગણાવ્યાં છે. તેમણે નિર્માતાઓને ખોટું ચિત્રણ બંધ કરવાની પણ અપીલ કરી છે. આ મુખ્ય બાબતો નોટિસમાં કહેવામાં આવી હતી ફિલ્મ જોયા પછી મને દુઃખ થયું: આચાર્ય કૃષ્ણમ
આ વિશે ANI સાથે વાત કરતાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું, 'કોઈને પણ સનાતન સંસ્કૃતિ સાથે રમત રમવાની મંજૂરી નથી. સંભલ સ્થિત કલ્કિ ધામનો શિલાન્યાસ થઈ ચૂક્યો છે. 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો. ફિલ્મમાં ભગવાન શ્રી કલ્કિના અવતરણનેને જે રીતે બતાવવામાં આવી રહ્યું છે તેનાથી મનને ઠેસ પહોંચી છે. પુરાણોના સંદેશને વિકૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 'ગ્રંથો સાથે રમવું એ નિર્માતાઓનો શોખ બની ગયો છે'
આચાર્યએ આગળ કહ્યું- 'ફિલ્મ આપણા ગ્રંથોથી સંપૂર્ણપણે અલગ વાર્તા કહે છે. હિંદુઓની ભાવનાઓ સાથે રમત કરવી એ ફિલ્મ મેકર્સનો શોખ બની ગયો છે. સંતોને રાક્ષસ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે અમારી શ્રદ્ધા સાથે રમી શકો.' નિર્માતાઓએ 15 દિવસમાં જવાબ આપવાનો રહેશે
સુપ્રીમ કોર્ટના વકીલ ઉજ્જવલ નારાયણ શર્માએ કહ્યું કે, 'નિર્માતાઓએ 15 દિવસમાં આ નોટિસનો જવાબ આપવો પડશે. ફિલ્મ સાથે જોડાયેલા તે દરેક વ્યક્તિએ માફી માંગવી પડશે જેમણે લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમી છે. જો આમ નહીં થાય તો સુપ્રીમ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.' ઉજ્જવલ નારાયણ શર્માએ કહ્યું કે, 'ફિલ્મ પ્રોડ્યુસર એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર, બે મોટા OTT પ્લેટફોર્મના મેનેજમેન્ટ, દક્ષિણના પ્રખ્યાત ફિલ્મ કલાકારો અને કેટલીક અન્ય કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે.' આ ફિલ્મે દેશમાં 600 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ 'કલ્કિ 'એ અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તેણે દેશમાં 600 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ માત્ર હિન્દી ભાષામાં જ 300 કરોડના ક્લબમાં સામેલ થવાની નજીક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.