ગુરુચરણ સિંહે ગુમ થવાનું સાચું કારણ જણાવ્યું:'તારક મહેતા...' ફેમ અભિનેતાએ કહ્યું, 'દેવાના કારણે નહીં, પરંતુ નજીકની વ્યક્તિએ મને દુઃખ પહોંચાડ્યું હતું' - At This Time

ગુરુચરણ સિંહે ગુમ થવાનું સાચું કારણ જણાવ્યું:’તારક મહેતા…’ ફેમ અભિનેતાએ કહ્યું, ‘દેવાના કારણે નહીં, પરંતુ નજીકની વ્યક્તિએ મને દુઃખ પહોંચાડ્યું હતું’


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટર ગુરચરણ સિંહ એપ્રિલ મહિનામાં ગુમ થઈ ગયો હતો. 25 દિવસ પછી તે ઘરે પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું કે તે આટલા લાંબા સમય સુધી દુનિયાથી દૂર આધ્યાત્મિક યાત્રા પર હતો. ગુરુચરણના આ નિવેદન પછી પણ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે આર્થિક સમસ્યાઓના કારણે ગાયબ થઈ ગયો હતો. હવે આ દાવાઓ પર ગુરુચરણે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, તે ગાયબ એટલા માટે થયો ન હતો કે તેના પર દેવું હતું અને તે દેવું ચૂકવવામાં અસમર્થ હતો પરંતુ તે પોતાના ઘરેથી દૂર એટલે જતો રહ્યો હતો કે, તેની નજીકની કોઈ વ્યક્તિએ તેને દુખ પહોંચાડ્યું હતું . ગુરુચરણ સિંહે કહ્યું- હું હજુ પણ દેવાના બોજ નીચે છું
પિંકવિલા સાથે વાત કરતાં ગુરુચરણ સિંહે કહ્યું, 'મારા પર હજુ પણ દેવું છે. મારા ઈરાદા સારા છે અને ઉધાર લીધા પછી હજુ પણ હું ક્રેડિટ કાર્ડ અને EMIના પેમેન્ટ કરી રહ્યો છું.' તેણે એ પણ જણાવ્યું કે, તે છેલ્લા 4 વર્ષથી કામ શોધી રહ્યો છે, પરંતુ તેના બદલામાં તેને માત્ર રિજેક્શન્સ જ મળી રહ્યા છે. 'લોકોએ ઉધાર લેવાનું ટાળવું જોઈએ'
ગુરુચરણે આગળ કહ્યું, 'મેં આ 25 દિવસમાં દુનિયા જોઈ છે. હું આધ્યાત્મિક યાત્રા પર હતો અને હું તેને પબ્લિસિટી સ્ટંટ માટે કરવા માગતો ન હતો. આ પહેલા હું દુનિયા વિશે બહુ જાણતો નહોતો.જ્યાં સુધી પૈસાની વાત છે ત્યાં સુધી મેં ઘણા બધા નિર્ણયો કર્યા છે. હું લોકોને ઉધાર પૈસાની જાળમાં ન ફસાવાની સલાહ આપીશ.' ગુરુચરણે ખુલાસો કર્યો કે, જ્યારે તેમની પાસે પૈસા હતા, ત્યારે તેઓ વિચાર્યા વિના તેમના ડ્રાઇવરને 50,000 રૂપિયા આપી દેતા હતા. તેણે તેના રસોઈયાને પણ આર્થિક મદદ કરી હતી. 'પોતાની નજીકની વ્યક્તિએ લાગણી દુભાવી હતી'
ઇન્ટરવ્યૂ દરમિયાન, જ્યારે ગુરુચરણને પૂછવામાં આવ્યું કે તેણે આ રીતે ઘરથી દૂર જવાનું કેમ નક્કી કર્યું? તેના પર તેણે કહ્યું, 'એક સમય એવો આવે છે જ્યારે તમે તમારી જાતને તમારા પરિવાર અને દુનિયાથી દૂર કરો છો. કામ શોધવા માટે સંઘર્ષ કરતી વખતે, મને મારા પોતાના લોકો દ્વારા નુકસાન થયું હતું. આથી હું દૂર ગયો. હું કામ મળવાને બદલે સતત રિજેક્શનનો સામનો કરી રહ્યો છું. પરંતુ ગમે તે થાય, હું આત્મહત્યા વિશે વિચારીશ નહીં.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.