જસદણના બાલાજી ધામ આશ્રમે ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણીઃ ગર્ગાચાર્યના સાનિધ્યમાં ૫૦ થી વધુ સંસારીઓને દીક્ષા સાધુ સંતોની વિશાળ હાજરીમાં તમામ સંસારીઓએ સનાતન ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવ્યોઃ તમામનું મૂળદાન કરી તેનું પિંડદાન કરાવવામાં આવ્યું.બ્રિજેશ વેગડા દ્વારા…
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જસદણમાં વિંછીયા રોડ પર આવેલ બાલાજી ધામ આશ્રમ ખાતે ગુરુપુર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને હરિભક્તોએ ગુરુની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.ᅠ
જસદણના બાલાજી આશ્રમ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આ સાથે બાલાજી ધામ આશ્રમ ખાતે ૫૦ થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી ગુરુના માર્ગે એટલે કે સંન્યાસના માર્ગે વળ્યા હતા અને દીક્ષા લીધી હતી.
જસદણમાં નવનિર્માણ થઈ રહેલ બાલાજી ધામ આશ્રમ ખાતે અનંત વિભૂષિત શ્રી ૧૦૦૮ᅠ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ(શ્રી પંચ દશનામ જુના અખાડા) જેઓ સૌપ્રથમ વખત જસદણ વિંછીયા રોડ ઉપર નિર્માણાધીન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તસવીરો બ્રિજેશ વેગડા
આ તકે જસદણના બાલાજી ધામ આશ્રમ ખાતેᅠ ૫૦ થી વધુ સંસારીઓએ સંસાર છોડીને સંન્યાસ ધારણ કર્યો હતો. બાલાજી ધામ આશ્રમના મહંત અને અનંત વિભૂષિત શ્રી ૧૦૦૮ᅠ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી બાપુ દ્વારા તમામ દીક્ષાર્થીઓને દીક્ષા આપવામાં આવી હતી.તમામ દીક્ષાર્થીઓએ દીક્ષા લઈને સંસારનો ત્યાગ કર્યો હતો અને સનાતન ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે સંસાર છોડીને સંન્યાસ ધારણ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે બાલાજી ધામ આશ્રમના મહંત શ્રી ૧૦૦૮ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ દ્વારા આજદિન સુધીમાં ૭૦૦ જેટલા સંસારીઓને દીક્ષા આપવામાં આવી છે. એક ખૂબ મોટું યુવા જૂથ પણ આ બાપુના વચનોને પાળે છે. ત્યારે આજે ૫૦ થી વધુ સંસારીઓ દ્વારા દીક્ષાનો માર્ગ ધારણ કરતા આજે ગુરૂ પૂર્ણિમાના દિવસે ગુરુને પામવાનો સાચો અર્થ અહીં સાર્થક થયો હતો.ᅠ
જે સંસારીઓને દીક્ષા આપવામાં આવી હતી. તે લોકોનું મૂળદાન કરી અને તેનું પિંડદાન કરાવવામાં આવ્યું હતું. પિંડદાન કરતાની સાથે જ તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેઓની નામકરણ વિધિ પણ કરાવવામાં આવી હતી. આ તમામ સંસારીઓએ પોતાનું મૂળ નામ અને પોતાના પરિવારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.
આ પ્રસંગે દીક્ષા લેનાર એક મહંતે જણાવ્યુ હતુ કે આજે ગુરુપુર્ણિમાના દિવસે જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી બાપુના સાનિધ્યમાં અમે લોકોએ સંસાર છોડી અને સન્યાસ ધારણ કર્યો છે. સનાતન ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આજે અમે ગુરુ દીક્ષા લીધી છે. આજે અમે ૫૦ થી વધુ ગુરુ ભાઈઓએ દીક્ષા ધારણ કરી છે.
જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદબાપુએ પોતાના પ્રવચનમા કહ્યુ હતુ કે આજે ગુરુપુર્ણિમાના પાવન દિવસે જગતગુરુ બન્યા બાદ જસદણના બાલાજી ધામ આશ્રમ ખાતે પ્રથમવાર ગુરુપૂર્ણિમાની ધામધૂમ ઉજવણી કરવામાં આવી છે. આજે આખા ભારતભરમાંથી અલગ-અલગ લોકો આવ્યા હતા અને ૫૦ થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી આજે સન્યાસ દીક્ષા ધારણ કરી હતી. આજે અમારા જુના અખાડાની પરંપરા મુજબ તમામ સંસારીઓને દીક્ષા આપવામાં આવી છે.
9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.