શ્રી વી.એમ.સાકરિયા મહિલા કૉલેજ,બોટાદ ખાતે સેમેસ્ટર-1 ની વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ અને ગુરુપૂર્ણિમા એમ દ્વિવિધ કાર્યક્રમની ઉજવણી
સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. અને ચેરિ. ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી વી. એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ,બોટાદ તેમજ શ્રી વી.એમ. સાકરિયા મહિલા કોમર્સ કૉલેજ, બોટાદ ખાતે આજ રોજ તા. 20/07/2024 શનિવારના રોજ બી.એ., બી. કોમ. સેમેસ્ટર -1 માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થિની બહેનોને આવકારવા માટેનો કાર્યક્રમ 'આવકારોત્સવ ' તેમજ કૉલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુજનોના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમૂહ પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. જ્યોતિબહેન ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે બી.એ. , બી. કોમ. સેમેસ્ટર -1 માં પ્રવેશ લીધેલ પ્રતિનિધિ વિદ્યાર્થિની બહેનોને કુમકુમ તિલક, શ્રીફળ, પુષ્પ તેમજ મોં મીઠું કરાવી આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિની બહેનો દ્વારા ગુરુજનોના પૂજનનો વિધિ યોજાયો હતો. તમામ ગુરુજનોનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ દ્વારા વંદન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આર્ટ્સ તેમજ કોમર્સ કૉલેજની બહેનો દ્વારા વક્તવ્ય, કથક નૃત્ય, યોગાસન તેમજ એન.સી.સી.ની કેડેટ્સ દ્વારા પરેડનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ આર્ટ્સ કોલેજના આચાર્યા ડૉ. એસ. ડી. પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે પ્રવેશ લેનાર બહેનોનો આવકાર, કૉલેજની પરંપરાથી વાકેફ તેમજ ગુરુપૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. કાર્યક્ર્મનું સંચાલન એન.એસ.એસ. યુનિટની સ્વયંસેવિકાઓ કુ. પાયલ સરકડિયા અને કુ. પૂર્વી મકવાણા દ્વારા સુંદર રીતે સંભાળવામાં આવ્યું હતું. આભારવિધિ કોમર્સ કૉલેજના ઈ. આચાર્ય શ્રી જી.બી. રામાવતસાહેબ દ્વારા કરવામાં આવી હતી. આ દ્વિવિધ કાર્યક્રમ આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ. એસ. ડી.પટેલ તેમજ કોમર્સ કૉલેજના ઈ. આચાર્ય શ્રી જી.બી. રામાવતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.