હળવદ રેલ્વે ફાટક પાસે બજરંગદાસ બાપુની મઢુલીએ ગુરુપુર્ણિમાની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ
ગુરુ પૂર્ણિમા હિંદુ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. આજે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે હળવદમાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં રેલ્વે ફાટક પાસે આવેલ બજરંગદાસ બાપાની મઢુલીખાતે સવારે છ વાગ્યાથી સાંજના છ સુધી ભજન કીર્તન ધૂન બપોરે 11 વાગ્યે ધજા રોપણ પૂજા અર્ચના કરવામાં આવી હળવદના ભાવિ ભક્તોએ ગુરુ પૂજન લાભ લીધો હતો સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.