અમેરિકામાં ભારતીયની હત્યા, VIDEO:નજીવી બાબતે બોલાચાલી થતા પિક-અપ ડ્રાઈવરે ગોળી મારી, થોડા દિવસ પહેલાં જ લગ્ન થયેલાં; આરોપીને છોડી દેવાયો
રસ્તાની વચ્ચે બે લોકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને અચાનક જ ગોળીબાર થાય છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના અમેરિકાના ઈન્ડિયાનાની છે. અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં મંગળવારે એક શંકાસ્પદ રોડ રેજની ઘટનામાં ભારતીય મૂળના 29 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે નવપરિણીત ગેવિન દાસૌર તેની મેક્સિકન પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઈન્ડી શહેરના દક્ષિણપૂર્વ ભાગમાં એક ચોક પર વિવાદ બાદ શંકાસ્પદ વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી. દાસૌર આગ્રાનો રહેવાસી હતો, તેનાં લગ્ન 29 જૂનના રોજ થયાં હતાં. લગ્નને બે અઠવાડિયા જેટલો જ સમય થયો હતો. હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
ભારતીય મૂળના વ્યક્તિની હત્યાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં વ્યક્તિ કારમાંથી બહાર નીકળતો અને પિકઅપ ટ્રકના ડ્રાઈવર પર બૂમો પાડતો જોઈ શકાય છે. પછી તે હાથમાં બંદૂક લઈને ટ્રકના દરવાજા પર મુક્કો મારે છે. જવાબમાં, પિકઅપ ટ્રકના ડ્રાઇવરે તેને ગોળી મારી દીધી. દાસૌરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આરોપીઓને છોડી મૂક્યા
યુવકની પત્ની વિવિયાના જમોરાએ પોલીસને જણાવ્યું, જ્યારે તેનું લોહી વહી રહ્યું હતું, મેં તેને પકડી લીધો અને એમ્બ્યુલન્સ રાહ જોઈ રહી હતી. પોલીસે કહ્યું કે કસ્ટડીમાં લીધેલા આરોપી પર આત્મરક્ષામાં કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પ્રવક્તાએ કહ્યું, વધુ તપાસ અને મેરિયન કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ સાથે પરામર્શ કર્યા પછી, વ્યક્તિને છોડી દેવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.