એક્સ બોયફ્રેન્ડ સાથેની નિકટતા પર સુષ્મિતા સેને વાત કરી:એક્ટ્રેસે કહ્યું,’મારા જીવનમાં કોઈ પુરુષ નથી, 2021થી કોઈ રિલેશનમાં નથી, હું સિંગલ જ ખુશ છું’
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે તેના પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે જોવા મળી હતી, જે પછી તેમના ડેટિંગના સમાચારોએ ફરી જોર પકડ્યું હતું. હવે સુષ્મિતાએ આ અહેવાલો પર ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી સિંગલ છે અને કોઈને ડેટ કરી રહી નથી. સુષ્મિતાએ કહ્યું, 'મારા જીવનમાં કોઈ પુરુષ નથી'
સુષ્મિતાએ આ વાત રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં કહી હતી. તેણે કહ્યું કે હાલમાં તેના જીવનમાં કોઈ પુરુષ નથી. સુષ્મિતાએ કહ્યું, 'હું છેલ્લા બે વર્ષથી સિંગલ છું અથવા તો 2021થી કોઈ રિલેશનશિપમાં નથી. મારા જીવનમાં ઘણા અદ્ભુત લોકો છે જે મારા મિત્રો છે. જ્યારે રિયાએ સુષ્મિતાને પૂછ્યું કે શું તેને આ દિવસોમાં કોઈમાં રસ છે તો તેણે કહ્યું, 'મને અત્યારે કોઈમાં રસ નથી. કેટલીકવાર બ્રેક લેવો સારું લાગે છે કારણ કે છેલ્લી વખત હું પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતી જે ઘણો લાંબો સમય છે. સુષ્મિતાનું બ્રેકઅપ 2021માં થયું હતું
2021માં સુષ્મિતા અને રોહમનનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ પછી પણ બંને સારા મિત્રો છે અને સંબંધોનો અંત આવ્યો હોવા છતાં તેમની વચ્ચે કડવાશ નથી. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. રોહમન સુષ્મિતા કરતા 16 વર્ષ નાનો છે. સુષ્મિતાનું નામ ઘણા લોકો સાથે જોડાયું છે
સુષ્મિતા સેનનું નામ અત્યાર સુધી ઘણા લોકો સાથે જોડાયેલું છે. રોહમન ઉપરાંત તેનું નામ લલિત મોદી, વિક્રમ ભટ્ટ, રણદીપ હુડ્ડા, વસીમ અકરમ, સંજય નારંગ, બંટી સજદેહ સાથે જોડવામાં આવ્યું હતું. 1994માં મિસ યુનિવર્સ, 1996માં બોલિવૂડ ડેબ્યૂ
સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેણે 1996માં ફિલ્મ 'દસ્તક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે 'બીવી નંબર 1', 'ડૂ નોટ ડિસ્ટર્બ', 'મૈં હું ના', 'મૈને પ્યાર ક્યૂં કિયા', 'તુમકો ના ભૂલ પાયેંગે' અને 'નો પ્રોબ્લેમ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુષ્મિતા છેલ્લે વેબ સિરીઝ 'આર્યા-3'માં જોવા મળી હતી. સુષ્મિતા બે દીકરીઓ અલીશા અને રેનીની સિંગલ મધર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.