રાજકોટ જિલ્લાના સાત જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક ફોફળ ડેમ ૧૦૦ ટકા ભરાયો તથા ૦.૫ મીટરથી ઓવરફ્લો
રાજકોટ જિલ્લાના સાત જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક ફોફળ ડેમ ૧૦૦ ટકા ભરાયો તથા ૦.૫ મીટરથી ઓવરફ્લો
રાજકોટ તા. ૨૦ જુલાઈ - રાજકોટ જિલ્લાના સાત જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ ભાદર ડેમમાં ૦.૬૯ ફૂટ, મોજ ડેમમાં ૪.૫૯ ફૂટ, ફોફળ ડેમમાં ૪.૨૦ ફૂટ, આજી-૩ ડેમમાં ૧.૨૧ ફૂટ, સોડવદર ડેમમાં ૮.૮૬ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ અને છાપરવાડી- ૨ ડેમમાં ૦.૬૬ ફૂટ નવા નીર આવ્યા છે.
ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ભાદર ડેમ ૨૭.૭૦ ટકા, મોજ ડેમ ૮૪.૧૧ ટકા, ફોફળ ડેમ ૧૦૦ ટકા, આજી-૩ ડેમ ૪૬.૬૪ ટકા, સોડવદર ડેમ ૭૪.૩૫ ટકા, ન્યારી-૨ ડેમ ૮૨.૨૩ ટકા અને છાપરવાડી- ૨ ડેમ ૪૨.૨૩ ટકા ભરાયો છે.
હાલ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર, ફોફળ ૦.૫ મીટર ઓવર ફ્લો, વેણું – ૨ ના ત્રણ દરવાજા ૦.૪૫ મીટર ખુલ્લો છે તથા ભાદર-૨ ડેમનો બે દરવાજા ૦.૧૫ મિટર ખુલ્લા છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.