જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક યોજાઈ પ્રવાસીઓને ઐતિહાસિક સ્થળોમાં સુવિધાઓ વધે તે માટે સૂચન કરતા કલેકટરશ્રી - At This Time

જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક યોજાઈ પ્રવાસીઓને ઐતિહાસિક સ્થળોમાં સુવિધાઓ વધે તે માટે સૂચન કરતા કલેકટરશ્રી


રાજકોટ તા. ૨૦ જુલાઈ - જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્થળોના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રગતિ હેઠળ ધાર્મિક સ્થળોનું નવનિર્માણ, નવીનીકરણ અને અન્ય બાંધકામ અર્થે વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી અને પ્રગતિ હેઠળના કાર્યોની સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત કલેકટરશ્રીએ વિંછીયા તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ અંગેના કામો, સણોસરા ગામનો દરબાર ગઢ, કોટડાસાંગાણીનું બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિર, ઓસમ ડુંગર ખાતે પાણી અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ, ગોંડલ તાલુકાના શેમળા ગામે શેમળી નદી પર રિવરફ્રન્ટ અને શ્રી રામ મંદિર, સહિતના સ્થળોના વિકાસ માટે અને ઐતિહાસિક સ્થળોનું મહાત્મ્ય જળવાઈ રહે તે રીતે પ્રવાસન સ્થળ વિકસે તે માટે ઘટતું કરવા તાકીદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ચેતન ગાંધી, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, એ.સી.પી.શ્રી સજ્જનસિંહ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.