ભાટિયા સમાજ મોડાસા જુથ સેવા મંડળના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી.
ભાટિયા સમાજ મોડાસા જુથ સેવા મંડળ ની ટ્રસ્ટી મંડળની કારોબારી મિટિંગ ગાયત્રી મંદિર હોલ શામળાજી મુકામે આજરોજ યોજાઈ હતી. ભાટિયા સમાજ મોડાસા જુથ સેવા મંડળના હોદ્દેદારોની મુદત પૂરી થતાં નવીન હોદ્દેદારની નિમણૂક માટે આ સભા યોજાઈ હતી. મીટીંગ ની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ અધ્યક્ષ તરીકે શ્રી સુરેશભાઈ ચતુરભાઈ ભાટીયા ઇસરી ની વરણી કરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ભાટિયા બાયડ દ્વારા ભાટિયા સમાજના જે હોદ્દાઓ છે તેની વરણી માટે રજૂઆત કરવામાં આવી હતી. ભાટીયા સમાજ મોડાસા જુથ સેવા મંડળના પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ જીવાભાઇ ભાટિયા ઈસરી ની સર્વાનુંમતે વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ ધુળાભાઈ ભાટીયા ટિંટોઈ તથા શ્રી પ્રકાશભાઈ ચુનીભાઇ ભાટિયા વડોદરા,મહામંત્રી તરીકે નટવરભાઈ મગનભાઈ ભાટીયા કારછા, સહમંત્રી તરીકે શ્રી કૃણાલ મનહરભાઈ ભાટીયા શામળાજી, શ્રી અરવિંદભાઈ ચીમનભાઈ ભાટિયા મોડાસા, ખજાનચી તરીકે શ્રી જયેશભાઈ ચતુરભાઈ ભાટીયા અમદાવાદ તથા આંતરિક ઓડિટર તરીકે શ્રી પ્રમોદભાઈ ગુલાબચંદ ભાટીયા મોડાસા, શિક્ષણ સમિતિના કન્વીનર તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ મોહનભાઈ ભાટિયા ની વરણી કરવામાં આવી. વિદાય લઈ રહેલ પ્રમુખ શ્રી અરવિંદભાઈ ડી ભાટિયા બાયડ દ્વારા નવીન હોદ્દેદારોને ફૂલહારથી આવકારવામાં આવ્યા હતા. સભાના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ ભાટિયા દ્વારા નવીન નિમણૂક પામેલ હોદ્દેદારશ્રીઓને ખંતથી કાર્ય કરી સમાજને નવી ઊંચાઈએ લઈ જાઓ તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.સમગ્ર સભાનું સંચાલન મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મિટિંગ ના અંતે શ્રી ભુપેન્દ્રભાઈ એમ ભાટીયા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
જીતેન્દ્ર ભાટીયા 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.