બાયડ નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી ની તાત્કાલિક અસરથી બદલી.
ગઈકાલે બાયડ નગરપાલિકા માં ટ્રેનેજ લાઇન અને ખાળકુવા માટે કામ કરતી કંપની જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ ના કોન્ટ્રાકટર (એ એ રાઠોડ) દ્વારા લગાવવામાં આવેલા આરોપમાં બાયડ નગરપાલિકાના રોજમદાર કર્મચારી મુકેશભાઈ વણકર દ્વારા 15% ભ્રષ્ટાચાર કમિશન મુદ્દે બાયડ નગરપાલિકાના ચીફ ઓફિસરનું નામ લેતા ગઈકાલે સાંજે જ ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નાયબ સચિવ( મનીષ સી શાહ )સચિવાલય ગાંધીનગર દ્વારા તાત્કાલિક અસરથી ૧૯/૦૭/૨૪ ના રોજ બદલી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.ઓર્ડરમાં બાયડ નગરપાલિકાના ચીફ ઓફિસર ની બદલી કરી પણ તેમને બીજી જગ્યાએ હાલ કોઈ નવિન બદલી નું પોસ્ટિંગ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બાયડ નગર ચીફ ઓફિસરની જગ્યાએ પણ નવું પોસ્ટીંગ કરવામાં આવ્યું નથી. ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે તે નોંધનીય છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.