ગીર સોમનાથ રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી - At This Time

ગીર સોમનાથ રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી


ગીર સોમનાથ રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી
-----------
તાલાળા-ઈણાજ રોડ પર ગટર ખુલ્લી કરાવી વરસાદી પાણીનો નિકાલ કર્યો
-----------
ગીર સોમનાથ, તા.૨૦: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ગીર સોમનાથ જિલ્લો ઓરેન્જ એલર્ટમાં હોવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ગીર સોમનાથ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદને પરિણામે જાન-માલને નુકસાન ન થાય તે અંગે તકેદારી રાખી અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.

સતત વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે પાણીની આવકના કારણે તાલાળા-ઈણાજ રોડ પર પાણી ભરાયું હતું. આ વિકટ પરિસ્થિતિની જાણ માર્ગ અને મકાન વિભાગને થતાં દ્વારા જેસીબીની મદદ વડે રોડ સાઈડની બન્ને બાજુ ખેડૂતો અને દુકાનોની રોડ સાઈડ આડશ ખુલ્લી કરાવી હતી.

આ ઉપરાંત, રોડ સાઈડ હાઈવેની બન્ને બાજુની ગટરો ખુલ્લી કરાવી વરસાદી પાણીના નિકાલનો માર્ગ મોકળો કર્યો હતો. જેથી વરસાદ રોકાતા જ તાત્કાલિક પાણીનો નિકાલ થયો હતો અને પ્રવાસીઓ તેમજ મુસાફરોને પડતી અગવડતાનું નિવારણ આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.