ચીનમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ:પુલ તૂટી પડતાં 11 લોકોનાં મોત થયાં, ઘટના બાદ અનેક ગુમ; પૂરને કારણે પરિસ્થિતિ વધુ વણસી - At This Time

ચીનમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ:પુલ તૂટી પડતાં 11 લોકોનાં મોત થયાં, ઘટના બાદ અનેક ગુમ; પૂરને કારણે પરિસ્થિતિ વધુ વણસી


ચીનમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. શુક્રવારે રાત્રે અહીં એક પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતમાં શુક્રવારે રાત્રે લગભગ 8:40 વાગ્યે પુલ તૂટી પડ્યો હતો. શનિવારે સવારે 10 વાગ્યા સુધીમાં રેસ્ક્યૂ-ઓપરેશનમાં વાહનો મળ્યાં હતાં, બાકી લોકોની શોધખોળ ચાલુ છે. અધિકારીઓ હાલ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. તમને જણાવી દઈએ કે ઉત્તર અને મધ્ય ચીનના મોટા ભાગોમાં મંગળવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પૂરથી ઘણું નુકસાન થયું છે. શિન્હુઆ અનુસાર, આ જ કારણે ઉત્તર ચીનમાં ભારે વરસાદ બાદ એક પુલ તૂટી પડતાં 11 લોકોનાં મોત થયાં હતાં. શિન્હુઆના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે બચાવ કામગીરી ચાલુ હતી, જેમાં અત્યારસુધીમાં 5 વાહનને પાણીમાંથી બહાર કાઢ્યાં છે. રાજ્યના ટેલિવિઝન પરનાં ચિત્રોમાં પુલનો આંશિક રીતે ડૂબી ગયેલો ભાગ દર્શાવવામાં આવ્યો હતો, એની ઉપર નદી વહેતી હતી. ઘટના બાદ 30 લોકો હજુ પણ ગુમ
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, શનિવારે સવારે 10 વાગ્યા સુધીમાં બચાવ ટીમે નદીમાં પડેલાં પાંચ વાહનને બહાર કાઢ્યાં હતાં. બચાવકાર્ય ચાલુ છે. ચેનલ ન્યૂઝ એશિયા (CNA), સરકારી ટેલિવિઝનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પુલ તૂટી પડવાને કારણે 30થી વધુ લોકો ગુમ થયા છે. અહેવાલમાં જણાવાયું છે કે ચીનની રાષ્ટ્રીય વ્યાપક અગ્નિશામક અને બચાવ ટીમે બચાવ કામગીરી માટે 736 લોકો, 76 વાહન, 18 બોટ અને 32 ડ્રોન મોકલ્યાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુલ તૂટી પડ્યા પછી લોકોનાં જીવન અને સંપત્તિને બચાવવા માટે તમામ પ્રકારના બચાવ અને રાહત પ્રયાસો કરવા વિનંતી કરી હતી. પૂર અને ભૂસ્ખલનમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા, ઘણા લાપતા
શુક્રવારે રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે શાનક્સીના બાઓજી શહેરમાં વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને આઠ ગુમ થયા હતા. મંગળવારથી ઉત્તર અને મધ્ય ચીનના મોટા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર અને નોંધપાત્ર નુકસાન થયું છે. શુક્રવારે રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે શાનક્સીના બાઓજી શહેરમાં વરસાદથી સર્જાયેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને આઠ ગુમ થયા હતા. ચીનમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુ વણસી
ચીનમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ચીનની 30થી વધુ નદીઓ ખતરાના નિશાનથી ઉપર છે. ખરાબ હવામાનને જોતાં હાઈ એલર્ટ જારી કર્યું છે. સૌથી મોટી સમસ્યા મધ્ય ચીનના હેનાન પ્રાંતનાં શહેરોમાં છે. અચાનક આવેલા પૂરના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઈ છે. હવામાન સેવા અનુસાર, નાન્યાંગ શહેરની મર્યાદામાં ડાફેંગિંગે એક જ દિવસમાં 606.7 મીમી (24 ઇંચ) વરસાદ નોંધ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.