ગોવાના દરિયામાં માલવાહક જહાજમાં આગ:ત્રણ કોસ્ટ ગાર્ડ જહાજો આગ ઓલવવામાં રોકાયેલા, એક ક્રૂ મેમ્બર ગુમ
મેર્સ્ક ફ્રેન્કફર્ટ નામના માલવાહક જહાજમાં શુક્રવારે સાંજે દક્ષિણ-પશ્ચિમ ગોવાના દરિયામાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ જહાજ વહી ગયું અને કર્ણાટક નજીક કારવાર પહોંચ્યું. અહીં ભારતીય તટરક્ષક દળ (ICG)ના ત્રણ જહાજો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જહાજનો એક ક્રૂ મેમ્બર ગુમ છે. ICG આગને ફેલાતી રોકવામાં સફળ રહી છે, પરંતુ દક્ષિણ-પશ્ચિમ પવન, ભારે મોજા અને ખરાબ હવામાનને કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ જહાજ ખતરનાક આંતરરાષ્ટ્રીય માલસામાનના પરિવહન માટે જાણીતું છે. તે ગુજરાતના મુંદ્રા બંદરેથી કોલંબો જઈ રહ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે કહ્યું કે આગ ઓલવવામાં મુશ્કેલી ન પડે તે માટે જહાજને તેનો રૂટ બદલવાની સલાહ આપવામાં આવી છે. કેટલીક તસવીરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.