લખતર ના ભૈરવપરા માંથી કોબ્રા સાપનુ રેસ્ક્યુ કરી ખુલ્લા વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યો - At This Time

લખતર ના ભૈરવપરા માંથી કોબ્રા સાપનુ રેસ્ક્યુ કરી ખુલ્લા વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યો


ભૈરવપરા માંથી કોબ્રા સાપનુ રેસ્ક્યુ કરી ખુલ્લા વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યોભૈરવપરમાં છેલ્લા સાત દિવસમાં આઠ કોબ્રા સર્પનું રેસ્ક્યુ કરવામાં આવ્યુહાલ ચોમાસુ શરૂ થયુ છે પરંતુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસતો નથી આથી વાતાવરણમાં બફારા સાથે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આથી જમીનમાં દર બનાવીને રહેતા સરીસૃપ જમીનમાં બનેલા દરમાં ગરમી અને બફારો થતા બહાર આવી જાય છે સાથે ખોરાકની શોધમાં રહેણાંકના મકાનમાં આવી જતા હોય છે સાથે હાલ વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય સરીસૃપ સહિત ધો કાચીંડા સહિતના વન્ય પ્રાણીઓ ઈંડા મુકતા હોય છે આવા ઈંડા માંથી બએચ્ચા બહાર નીકળતા હોય છે ત્યારે લખતર ગામના ભૈરવપરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં આઠ જેટલા કોબ્રા જાતિના સાપ નીકળવા બનાવ બનવા પામ્યા છે ત્યારે આજે ભૈરવપરમાં કોબ્રા સર્પ નીકળતા તેનું રેસ્ક્યુ રેસ્ક્યુઅર વિજય જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ રેસ્ક્યુ કરવામાં આવેલ સર્પને નર્મદાની કેનાલ પાસેના ખુલ્લા મેદાનમાં છોડી મુકવામાં આવ્યો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.