પુરૂષ શાકભાજી વેંચે ત્યાં ખરીદી કરવા નહીં જવાનું : શંકા કરી પરિણીતાને પતિ બેફામ મારમારતો - At This Time

પુરૂષ શાકભાજી વેંચે ત્યાં ખરીદી કરવા નહીં જવાનું : શંકા કરી પરિણીતાને પતિ બેફામ મારમારતો


પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતી પરિણીતાને પતિએ પુરૂષ બકાલુ વેંચે ત્યાં ખરીદી કરવા નહીં જવાનું, શંકા કરી પરિણીતાને બેફામ મારમારતો હતો અને સાસુએ પણ પુત્રવધુ તરીકે સ્વીકારી નહીં, પતિએ બીજા લગ્ન કરી લેતાં મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
હાલ પોપટપરા રઘુનંદન સોસાયટી શેરી નં-5 માં રહેતાં નફીસાબેન ઉર્ફ ખુશી સલીમભાઇ માણેક (ઉ.વ.28) એ તેમના પતિ સલીમ કામસ માણેક (રહે. શ્યામજી કૃષ્ણા વર્મા ટાઉનશીપ બ્લોક નં.201, રેલનગર) વિરૂદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
હાલ તે તેના પિતાના ઘરે રહી ધરકામ કરે છે. તેમને સલીમ સાથે પ્રેમ સંબંધ હોય જેથી અમરેલીમાં તા.27/02/2017 ના લગ્ન કરેલ હતા. બાદમાં બન્ને રેલનગર શ્યામકુષ્ણવર્મા ટાઉનશી5માં રહેતા હતા. તેમનો પતિ સલીમ ટ્રાન્સપોટેશનનો ધંધો કરતા હતા. તેણીના સસરા કાસમભાઇનું અવસાન થયેલ છે. સાસુ ફાતીમાબેન ધરકામ કરે છે.
લગ્નના થોડાં સમય બાદ તેમના પતિ ખોટી શંકાઓ કરતા હતા અને પુરૂષ બકાલુ વહેચતા હોય ત્યાં બકાલુ નહી લેવાનુ અને ધરની બહાર એકલુ નહી નીકળવાનુ અને તેમના સાસુના ધરે કોઇ પ્રંસગ હોય તો ત્યા પ્રસંગમાં લઇ જતા ન હતા. તેણી જવાની જીદ્દ કરે તો ઝઘડો કરી ગાળો આપી માર મારતા હતા.
તેમજ ધરખર્ચના રૂપીયા પણ આપતા ન હતાં અને અઢી મહીના પહેલા કચ્છમાં હાજીપીરના ઉર્ષમાં પરીવાર સાથે જવાનું હોય જેથી તેણીએ પતિને કહેલ કે, મારે પણ આવવુ છુ, તેમ કહેતા ચોખ્ખી ના પાડેલ કે તારે આવવુ નથી જેથી તેણીએ જીદ્દ કરતા ગાળો આપી માર મારેલ હતો. જેથીતેણીએ કંટાળી જઈ છેલ્લા અઢી મહીનાથી પિતાના ધરે રીસામણે આવેલ છે.
ઉપરાંત તેમના સાસુ ફાતીમાબેને આજ સુધી તેમને પુત્રવધુ તરીકે અપનાવેલ નથી અને તેમના પતિએ અગાઉ પણ લગ્ન કરેલ છે. જેમને બે સંતાનો પણ છે અને બંને પોપટપરા શેરી નં-15 મીયાણાવાસમાં રહે છે. બનાવની ફરીયાદ પરથી મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.