રેલનગરમાં 31 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

રેલનગરમાં 31 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


રેલનગરમાં 31 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતકને લગ્નના ત્રણ મહિના જ થયા હતાં. યુવકે સાસુ સસરાના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું.
બનાવની વિગત મુજબ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતાં જીગરભાઈ અશોકભાઈ સોલંકી (ઉ.વ.31) તેઓ આજે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ પોતાનાં ઘરે હતાં ત્યારે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
આ અંગે તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે મૃતક દરજી કામ કરે છે. યુવકના હજું ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા છે. લગ્ન બાદ તેના સાસુ સસરા ત્રાસ આપતાં હતાં. અને ધરાર છુટુ કરવાનું કહી પૈસાની માંગણી કરતા હતા. આ બાબતે યુવક પાસે વારંવાર પૈસા માંગતા અને ધમકી આપી ત્રાસ આપતાં હોય જેથી યુવકે આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.