રાજકોટ ડેરીના દૂધ સહિત ફૂડના વધુ ત્રણ નમુના લેવાયા : વિરાણી ગ્રાઉન્ડની ફૂડ માર્કેટમાં ચેકીંગ
મનપાની ફૂડ શાખાએ હોકર્સ ઝોન સહિતની ખાણીપીણી બજારમાં ચેકીંગ ચાલુ રાખ્યું છે તો દૂધ સહિતના નમુના પણ લીધા છે. જયારે વિરાણી હાઇસ્કુલના મેદાનમાં ભરાતી ફૂડ ટ્રક સહિતની ખાણીપીણી બજારમાં ચેકીંગ કરાયું હતું.
દૂધસાગર માર્ગ પર આવેલ રાજકોટ ડેરીમાંથી અમુલ ભેંસના દુધનો નમુનો લેવાયો હતો. મોરબી રોડ પર ખોડીયાર પાર્ક-2માં ગીરીરાજ રેસ્ટોરન્ટમાંથી પનીર ટીકા મસાલા સબ્જી, સરદારનગર મેઇન રોડ પર મોર્ડન ફૂડસ (બાલાજી ઘુઘરા)માંથી મીઠી ચટણીનો નમુનો લઇ આ ત્રણે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના વિરાણી ગ્રાઉન્ડ, હોકર્સ ઝોન ટાગોર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરી 3 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી અને કુલ 30 નમુનાની સ્થળ તપાસ કરાઇ હતી. જેઓને લાયસન્સની નોટીસ અપાઇ તેમાં (1)સીઝલીંગ ધ લાઈવ કીચન (2)મોવિયા આઇસક્રીમ (3)શ્રી રામ વડાપાઉંનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (4)પટેલ વડાપાઉં (5)મુંબઈ સ્નેક્સ (6)લોફ એંડ લેટ (7)ટાકો બાઇટ ઈટ (8)અગડબમ (9)ધ સાઉથ એક્સપ્રેસ (10)વ્હી રાજા પાઉંભાજી (11)ફ્રેન્કી ફીલ (12)પાસ્તા મેગી (13)જ્યુસી બાર (14)શેક જેક (15)જીબી સોરમા (16)ધ સેન્ડવિચ અડ્ડા (17)ક્રેવયાર્ડ મોમોસ (18)રેડ બ્રિક પિઝા (19)વેહરા પાણિપુરી (20)પાઉંભાજી વાલા (21)સંતોષ ભેળ (22)ફ્રેન્કી કિંગ (23)સ્વિચ ફ્રાઇસમાં તપાસ કરાઇ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.