અનુસૂચિત જાતિના બાળકોના અભ્યાસ માટે રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
અનુસૂચિત જાતિના બાળકોના અભ્યાસ માટે રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ખાસ કિસ્સામાં મહાત્મા ગાંધી (એમ.જી.) સરકારી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટ મંજુર કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છાત્રો માટે ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથેના છાત્રાલયનું બાંધકામ શરૂ કરાશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૨૦ જુલાઈ - અનુસૂચિત જાતિના બાળકોના અભ્યાસ માટે રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય કરી ખાસ કિસ્સામાં મહાત્મા ગાંધી (એમ.જી.) સરકારી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજુર કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરવાની સાથે વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે, તેવી શુભકામનાઓ પાઠવી હતી.
સમાજ કે રાષ્ટ્રના ઉત્થાન માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. રાજયમાં અનુસૂચિત જાતિના બાળકો ઉચ્ચ શિક્ષણ માટે શહેરી વિસ્તારમાં અભ્યાસ અર્થે આવતા હોય છે. આ બાળકોનો શૈક્ષણિક વિકાસ સુવિધાઓના અભાવે ન અટકે તે માટે રાજય સરકારે સરકારી છાત્રાલયની યોજના અમલમાં મુકી છે.
રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાય છે. આથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે. રાજકોટમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હાલ મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે. જેનું બિલ્ડિંગ જુનું હોવાથી નવું બાંધકામ કરવું અનિવાર્ય હતું. વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓની રજૂઆત પણ સાંભળી વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે અભ્યાસ ન બગડે તે માટે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના અભ્યાસમાં અસર ન પડે તે માટે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરાઈ હતી. જે બાબતે સંવેદના દાખવી મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે કુલ રકમ રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટને ખાસ કિસ્સામાં મંજૂરી આપી છે. છાત્રો માટે બન્ને યુનિટ મળી ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા તેમજ અત્યાધુનિક સુવિધા ધરાવતું છાત્રાલયનું કામ શરૂ કરવામાં આવશે.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયનો મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આભાર વ્યકત કરવાની સાથે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.