રાજકોટ ડેરીનુ દૂધ, ગિરિરાજની સબ્જી અને મોર્ડન ફૂડમાંથી ચટણીના નમૂના લેવાયા, લાયસન્સ વિના વેપાર કરતી ત્રણ પેઢીઓને નોટિસ - At This Time

રાજકોટ ડેરીનુ દૂધ, ગિરિરાજની સબ્જી અને મોર્ડન ફૂડમાંથી ચટણીના નમૂના લેવાયા, લાયસન્સ વિના વેપાર કરતી ત્રણ પેઢીઓને નોટિસ


રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના વિરાણી ગ્રાઉન્ડ, હોકર્સ ઝોન- ટાગોર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ ડેરીનુ દૂધ, ગિરિરાજની સબ્જી, મોર્ડન ફૂડમાંથી ચટણીના નમૂના લેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.