માલેગાંવની મહિલા અને તેના પતિ વચ્ચે સુખદ સમાધાન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર
રાજકોટ તા. ૧૯ જુલાઈ - ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. રાજકોટમાં આવેલું સખી વન સ્ટોપ સેન્ટર ૨૪*૭ કલાક મહિલાઓની સેવામાં કાર્યરત રહે છે, જે વધુ એક કિસ્સામાં પરપ્રાંતીય મહિલાને સહાયરૂપ બન્યું છે.
મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના માલેગાંવના રહેવાસી મહિલા તેમના પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી કહ્યા વગર અન્ય વ્યક્તિના સંપર્કમાં આવીને રાજકોટ તાલુકાના હડાળા ખાતે પહોંચી ગયા હતા. હડાળા ગામે પીડિતા પત્રકારશ્રી મહેબુબભાઇ હાલાના સંપર્કમાં આવતા પોતાને હડાળા આવવાના કારણ અંગે વિગતવાર જણાવ્યુ હતું. મહિલા તેના પાંચ વર્ષના પુત્રને યાદ કરીને રડી રહ્યા હતા. જેથી, પત્રકારશ્રી મહેબૂબભાઈ હાલા પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર, રાજકોટના સ્ટાફ પાસે લાવ્યા હતા.
સૌ પ્રથમ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહિલાને સાંત્વના આપી હતી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમજ મહિલાના પરિવારને સમગ્ર હકીકતની જાણ કરીને રાજકોટમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવ્યા હતા. હતા. મહિલાના પતિ, માતા અને ભાઈને બોલાવી તેની સાથે વાતચીત કરીને ઘરમાં શાંતિ જાળવવા સમજાવ્યા હતા. ત્યારબાદ પરિણીતા અને તેના પતિ વચ્ચે સુખદ સમાધાન થયુ હતું. પરિવાર સાથે આવેલો પાંચ વર્ષનો પુત્ર માતાને વળગી પડતા ભાવુકદ્રશ્યો સર્જાયા હતા. મહિલાને પરિજનો સાથે ખુશી-ખુશી માલેગાંવ જવા રવાના કરવામાં આવ્યા હતા.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.