બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ અંતર્ગત બેઠક યોજાઈ - At This Time

બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ અંતર્ગત બેઠક યોજાઈ


બોટાદ જિલ્લાવાસીઓએ ચાંદીપુરા વાયરસ બાબતે જાગૃત રહી બાળકોને તેનાથી બચાવવા તકેદારી રાખવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ

બોટાદ જિલ્લા, આરોગ્ય વિભાગ દ્વારા IMA અંતર્ગત બાળરોગ નિષ્ણાત, ફિઝીશીયન, ગાયનેકોલોજિસ્ટ, તેમજ અન્ય નિષ્ણાત તબીબો અને પ્રાઈવેટ પ્રેકટીશનર સાથે ચાંદીપુરા વાયરસ અંતર્ગત CME યોજાઈ હતી ચાંદીપુરા વાયરસથી ૯ માસથી ૧૪ વર્ષ સુધીના બાળકો સંક્રમિત થતા હોઇ બોટાદ જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના ખાનગી અને સરકારી સંસ્થાઓના બાળરોગ નિષ્ણાંતો અને અન્ય તબીબઓ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મીટીંગ રાખવામાં આવી હતી જેમાં વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા) વાયરસના સંક્રમણ, પ્રભાવિત થવા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કેન્દ્ર તથા રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા મળેલ સુચનાઓ મુજબ વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી બોટાદ દ્વારા વિસ્તૃત ચર્ચા કરી બોટાદ જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોઇ કેસ જણાય તો તાત્કાલીક જિલ્લા કક્ષાએ જાણ કરવા અપીલ કરી હતી જે મુજબ બોટાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત એકપણ કેસ નોંધાયો નથી છતાં લોકોએ આ વાયરસ બાબતે જાગૃત રહી બાળકોને તેનાથી બચાવવા તકેદારી રાખવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જુદા-જુદા જિલ્લાઓમાં વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા) વાયરસના સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને ૯ મહિનાથી ૧૪ વર્ષ સુધીના બાળકોના મૃત્યુ થયા છે વધુમાં, અગમચેતીના ભાગરૂપે પણ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગના સંક્રમણથી બચવાની ગાઈડલાઈન અને રીપોર્ટીગ બાબતે જાણ કરી જરૂરી અમલવારી કરવા સુચના આપવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવે છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.