બોટાદ તાલુકાના હડદડ ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપતી તાલીમ અપાઈ - At This Time

બોટાદ તાલુકાના હડદડ ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપતી તાલીમ અપાઈ


જમીનને શુદ્ઘ રાખવા માટે અને ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધત્તિ એક માત્ર ઉપાય છે. તેથી દરેક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવવા અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત વિવિધ તાલીમ શિબિર યોજવામાં આવી રહી છે. આ તકે સમગ્ર રાજ્યમાં તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત આપવામાં આવતી યોજનાઓ, વિવિધ સહાય, તેમજ સબસિડી અંગે માહિતગાર કરવામાં આવે છે જેના ભાગરૂપે બોટાદ તાલુકાનાં હડદડ ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન આપતી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આત્માના અધિકારી એટીએમ, બીટીએમ, ખેતીવાડી વિભાગમાંથી ગ્રામસેવકશ્રી ભાવનાબેન, પશુપાલન વિભાગમાંથી કેવલભાઈ, એગ્રીલેન્ડમાંથી હિંમતભાઈ, જૈન ઈરીગેશનમાંથી તેજસભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. અને ખેડૂતોને કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.