ધંધુકા માં શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી ખાતે ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રતની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા માં શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી ખાતે ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રતની ઉજવણી કરાઈ.


ધંધુકા માં શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી ખાતે ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રતની ઉજવણી કરાઈ.

ગૌરીવ્રત બાળકીઓ સારા વરની પ્રાપ્તિ માટે કરે છે. સાથોસાથ વ્રત કરવાથી વિદ્યાભ્યાસમાં પણ લાભ થાય છે. શાસ્ત્રો અનુસાર વ્રત દેવી-દેવતાઓના કાળથી ચાલતું આવ્યું છે. ગૌરી વ્રતની પૂર્ણાહુતિ અષાઢ સુદ પૂનમના દિવસે અને જયા-પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે થશે. ગૌરી વ્રતના પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ જયા પાર્વતી વ્રત કરવાનો વિશેેષ મહિમા છે.

વ્રતના દિવસો દરમિયાન મોળું ખાવાનું હોય છે. દીકરીઓએ પાંચ દિવસ મીઠા વગરનું જમીને એકઠાણું કરવાનો મહિમા છે. ગૌરી વ્રત દરમિયાન જ્વારા વાવી પાંચ દિવસ સુધી તેનું પૂજન કરવાનું હોય છે. છેલ્લા દિવસે જ્વારાનું પૂજન કરીને તેનું વિસર્જન કરાય છે. પાંચ વર્ષ વ્રત કર્યા બાદ તેની ઉજવણી દરમિયાન વ્રત કરવાની પાંચ બાળકીઓને જમાડીને પૂજન કરીને ભેટ અપાય છે. જયાપાર્વતી વ્રતમાં શિવના મંદિરે અબીલગુલાલ, ચોખાથી પૂજન કરાય છે. 5 દિવસના વ્રતની અંતિમ દિવસે જાગરણ પછીના દિવસે પારણા કરાય છે. ત્યારે

અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં શ્રી ડી.એ ઈંગ્લિશ એકેડેમી ખાતે ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રતની શાળાની દીકરીઓ ને બ્રાહ્મણો દ્વારા વિધીસર પૂજા કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ની સાથોસાથ શાળા ની બાળાઓ દ્વારા વિવિઘ સ્પર્ધાઓ કરવામાં આવી જેવીકે, હૈરસ્ટાઇલ , પુજાથાળી ડેકોરેશન અને ટ્રેડિશનલ વેશભૂષા ની પ્રતિયોગિતા રાખવામાં આવ ,આ કાર્યક્રમ માં દીકરીઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો અને આ પ્રસંગે શાળા ના આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળાની બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.