કાવડ યાત્રાને લઈને યોગી સરકારના આદેશ પર વિવાદ:પ્રિયંકા ગાંધીએ કહ્યું- આ લોકતંત્ર પર હુમલો; મુસ્લિમ જમાત નિર્ણયના સમર્થનમાં - At This Time

કાવડ યાત્રાને લઈને યોગી સરકારના આદેશ પર વિવાદ:પ્રિયંકા ગાંધીએ કહ્યું- આ લોકતંત્ર પર હુમલો; મુસ્લિમ જમાત નિર્ણયના સમર્થનમાં


યુપીમાં કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનોમાં દુકાનદારોએ તેમના નામ લખાવવાના રહેશે. તેમાં દુકાન માલિકનું નામ અને વિગતો લખવામાં આવશે. સીએમ યોગીએ શુક્રવારે આ આદેશ આપ્યો હતો. સરકારનું કહેવું છે કે કાવડ યાત્રીઓની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હલાલ સર્ટિફિકેશનવાળા પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. યુપી બાદ ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ આ આદેશ લાગુ કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. કહ્યું- આ નિર્ણય ચૂંટણીલક્ષી લાભ માટે છે. આ એક ચોક્કસ ધર્મના લોકોનો આર્થિક બહિષ્કાર કરવાનો પ્રયાસ છે. તે જ સમયે, યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું- આ એક અવ્યવહારુ કાર્ય છે. આ તાત્કાલિક રદ થવું જોઈએ. યુપીમાં મુઝફ્ફરનગર પોલીસે સૌથી પહેલા દુકાનદારોને દુકાનોની બહાર તેમના નામ લખવાનો આદેશ આપ્યો હતો. પોલીસની દલીલ એવી હતી કે આનાથી કાવડ યાત્રીઓમાં મૂંઝવણ ઊભી નહીં થાય. મતલબ, દુકાનદારનો ધર્મ જાણી શકાશે. આ વર્ષે કાવડ યાત્રા 22 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. યુપીમાં દર વર્ષે 4 કરોડ કાવડિયા હરિદ્વારથી પાણી એકત્રિત કરે છે. પ્રિયંકાએ કહ્યું- આદેશ લોકતંત્ર પર હુમલો ADGએ કહ્યું- આ નવો ઓર્ડર નથી દેવબંદે કહ્યું- એકબીજામાં અંતર વધશે
આ મામલે દેવબંદ તરફથી પણ નિવેદન આવ્યું છે. દેવબંદી ઉલેમા મુફ્તી અસદ કાસમીએ કહ્યું- આ નિર્ણયથી અંતર વધશે અને સાંપ્રદાયિક લોકોને દુકાનોમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે તફાવત કરવાનો મોકો મળશે. તેમના માટે વિવાદ ઉભો કરવો સરળ રહેશે. મુફ્તી અસદ કાસમીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર આ તરફ ધ્યાન આપવાની અપીલ કરી છે, કારણ કે તમે જોયું છે કે હિન્દુ ધર્મના લોકો દર વર્ષે કાવડ લઇને જાય છે, ત્યારે મુસ્લિમો કાવડિયાઓ માટે કેમ્પ લગાવે છે. મુસ્લિમો તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે અને ફૂલો પણ વરસાવે છે, આનાથી તેમની વચ્ચે અંતર વધશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે ટેકો આપ્યો
ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું- કાવડ યાત્રાના રૂટ પર ઢાબા સંચાલકો, ફળ વિક્રેતાઓ અને અન્ય સ્ટોલ માલિકો માટે સહારનપુર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. મૌલાનાએ કહ્યું- પોલીસ એડવાઈઝરી કાયદો-વ્યવસ્થા માટે છે, કારણ કે તે ધાર્મિક યાત્રા છે અને પોલીસે આ વ્યવસ્થા લાગુ કરી છે જેથી તેમાં કોઈ હિન્દુ-મુસ્લિમ વિવાદ ન થાય. યુપી બાદ ઉત્તરાખંડમાં પણ હોટલની બહાર માલિકનું નામ લખવું પડશે યુપી બાદ ઉત્તરાખંડની હરિદ્વાર પોલીસે પણ હોટલ માલિકોને કાવડ યાત્રાના રૂટ પર નામ લખવા કહ્યું છે. SSP પદમેન્દ્ર ડોબાલે કહ્યું- કાવડ માર્ગ પર આવતી હોટલ અને ઢાબાઓને તેમની દુકાનો પર માલિકનું નામ લખવા માટે સૂચના આપવામાં આવી છે. જો તેઓ આમ નહીં કરે તો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.
કન્ફ્યૂઝન દૂર કરવા માટે પગલું ભર્યું
પશ્ચિમી યુપીના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે કાવડ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવામાં બધાં ભોજનાલય અને ખાનપાનનો સામાન વેચતી દુકાન અને ઢાબાના માલિકોને આદેશ આપવામાં આવ્યો છે કે ત્યાં કામ કરનાર લોકો અથવા માલિકનું નામ બોર્ડ પર ચોક્કસ લખે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારનું કોઈ કન્ફ્યૂઝન કોઈ કાવડ યાત્રીઓના મનમાં ન રહે અને એવી સ્થિતિ પેદા ન થાય કે આરોપ-પ્રત્યારોપ થાય. પછીથી કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ના થાય. એટલે આવો આદેશ આપવામાં આવ્યો છે અને બધા લોકો પોતાની મરજીથી તેનું પાલન કરી રહ્યા છે. BJP પ્રવક્તાએ કહ્યું- ધંધો હિન્દુઓ સાથે કરીશું, પણ નામ લખવામાં શરમ આવે છે
BJP પ્રવક્તા પ્રશાંત ઉમરાવે X પર 4 પાનાની PDF અપલોડ કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે કાવડ યાત્રીઓના માર્ગ પર દુકાનદારોનું નામ લખવું કેમ જરૂરી છે. તેમણે લખ્યું- કેટલા બેશરમ લોકો છે. હોટલ, ઢાબાનું નામ હિન્દુ દેવતાઓનાં નામ પર રાખશે. ધંધો હિન્દુઓ સાથે કરવો જોઈએ, જેમને કાફિર કહેવામાં આવે છે, પરંતુ બોર્ડ ઉપર પોતાનું નામ લખવામાં શરમ આવે છે. માયાવતીએ કહ્યું- ચોક્કસ ધર્મનો આર્થિક બોયકોટ કરવાની કોશિશ માયાવતીએ યોગી સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય ચૂંટણી લાભ માટે લેવામાં આવ્યો છે. સરકારનો આ પ્રયાસ ચોક્કસ ધર્મના લોકોનો આર્થિક બહિષ્કાર કરવાનો છે. આ નિર્ણય નિંદનીય છે. યુપીના મંત્રીએ આ આદેશનું સમર્થન કર્યું
યુપી સરકારના મંત્રી કપિલ દેવ અગ્રવાલે આ નિર્ણયનો બચાવ કરીને કહ્યું, હરિદ્વાર ગોમુખથી આખા દેશમાં કાવડ યાત્રીઓ જળ લઇને પોતાના ગંતવ્ય તરફ જાય છે અને ખાસ કરીને તેમણે મુઝફ્ફરનગરમાં આવવું પડે છે. જોવામાં આવ્યું છે કે થોડા લોકો પોતાની દુકાન, ઢાબા, રેસ્ટોરાંના નામ હિન્દુ ધર્મના નામે લખે છે જ્યારે તેને ચલાવનાર મુસ્લિમ લોકો હોય છે. તેઓ મુસ્લિમ છે તેનાથી અમને કોઈ આપત્તિ નથી. મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે તેઓ પોતાની દુકાન પર નોનવેજ વેચે છે. હિન્દુ ધર્મના વૈષ્ણવ ઢાબા ભંડાર, શાકુંભરઈ દેવી ભોજનાલય, શુદ્ધ ભોજનાલય એવું લખીને તેઓ નોનવેજ વેચે છે. તેમાં ખૂબ જ આપત્તિ થાય છે. મારી જિલ્લા પ્રશાસન પાસે ડિમાન્ડ હતી કે આવા ઢાબા પર દુકાનદાર પોતાનું નામ લખે. જેમાં કોઈ મુશ્કેલી થવી જોઈએ નહીં. અનેક વીડિયો વાઇરલ થયા છે કે લોકો રોટલી ઉપર થૂંકી રહ્યા છે અને રેસ્ટોરાંમાં પણ થૂંકી રહ્યા છે. મુઝફ્ફરનગરનાં બજારોની તસવીર બદલાઈ
પોલીસના એક આદેશે મુઝફ્ફરનગરનાં બજારોની તસવીર બદલાઈ ગઈ છે. આ આદેશમાં પોલીસ તરફથી દલીલ આપવામાં આવી છે કે, શ્રાવણના પવિત્ર મહિનામાં અનેક લોકો ખાસ કરીને કાવડ યાત્રીઓ પોતાના ખાનપાનમાં થોડી સાવચેતી રાખે છે. પહેલાં એવી ઘટનાઓ સામે આવી જેમાં ખાદ્ય સામગ્રી વેચનાર થોડા દુકાનદારોએ પોતાની દુકાનનાં નામ એવી રીતે રાખે છે જેમાં કાવડ યાત્રીઓને શંકાની સ્થિતિ પેદા થાય છે. જેના કારણે કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિ પણ ઊભી થાય છે. જેને રોકવા માટે શ્રદ્ધાળુઓની આસ્થાને જોતા કાવડ માર્ગ પર આવતી હોટલ અને ઢાબા અને ખાનપાનની સામગ્રી વેચનાર દુકાનદારોને વિનંતી કરવામાં આવી છે કે સ્વેચ્છાએ પોતાના માલિક અને કામ કરનાર લોકોનું નામ રાખે. પોલીસની દલીલ છે કે તેમના આ આદેશનો ધ્યેય શ્રદ્ધાળુઓની સુવિધા અને કાયદાકીય વ્યવસ્થાને જાળવી રાખે. યુપી પોલીસના આ આદેશની અસર પણ જોવામાં આવી અને મુઝફ્ફરનગરની દુકાન, હોટલ અને ઢાબા પર લોકોએ પોતાના નામની પ્લેટ પણ લગાવી દીધી હતી. પ્રશાસનની દલીલ છે કે કાવડ યાત્રીઓની ધાર્મિક ભાવનાઓને નુકસાન ન થાય એટલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેને કાવડ યાત્રીઓ પણ યોગ્ય માને છે. વિપક્ષ પર હુમલો થયો
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ આ આદેશને સ્પષ્ટ રીતે 'ભેદભાવપૂર્ણ' જણાવ્યો અને આરોપ લગાવ્યો છે કે આ એવું દર્શાવે છે કે સરકાર ઉત્તર પ્રદેશ અને આખા દેશમાં મુસલમાનોને 'બીજા દરજ્જા'ના નાગરિક જણાવવા માગે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ આદેશને 'સામાજિક અપરાધ' ગણાવ્યો અને કોર્ટને આ કેસની સુઓમોટો લેવા જણાવ્યું. વિશ્વ હિન્દુ પરિષદે સમર્થન કર્યું
હિન્દુ સંગઠનનો આરોપ છે કે થોડા દુકાનદાર નામ બદલીને પોતાની ઓળખ સંતાડી દુકાન ચલાવે છે. જેનાથી કાવડ યાત્રીઓની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચે છે. તેને લઇને પોલીસ પાસે ફરિયાદ આવી તો તપાસ પછી આ આદેશ આપવામાં આવ્યો. વિશ્વ હિંદુ પરિષદ (VHP) એ ગુરુવારે ઉત્તર પ્રદેશ પોલીસના કાવડ યાત્રાના માર્ગ પર સ્થિત ભોજનશાળાઓમાંથી તેમના માલિકોનાં નામ દર્શાવવાના આદેશ અંગે કહ્યું હતું કે તે હિન્દુઓની આસ્થાની સુરક્ષા માટે જરૂરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.