વિંછીયા ખાતે રૂ ૧.૨૭ કરોડના ખર્ચે બનનારા BRC ભવનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા - At This Time

વિંછીયા ખાતે રૂ ૧.૨૭ કરોડના ખર્ચે બનનારા BRC ભવનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકામાં અનેકવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત તાલુકા પંચાયત કચેરીની બાજુમાં રેવાણીયા રોડ વિંછીયા ખાતે રૂ ૧.૨૭ કરોડના ખર્ચે બનનારા BRC ભવનનું ખાતમુહૂર્ત મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થયેલી શિક્ષણ નીતિ - 2020 મુજબ દેશનું શિક્ષણ એક નવી વૈચારિક ક્રાંતિ સાથે બદલાઈ રહ્યું છે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણનીતીનો અમલીકરણ એકદમ સુદ્રઢ રીતે થઈ રહ્યો છે ત્યારે વિંછીયા તાલુકાને શિક્ષણના નવા આયામોનો લાભ મળવાનો છે જેના ભાગરૂપે વિંછીયા તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળા, બી.આર.સી ભવન, આઈ.ટી.આઈ, વિજ્ઞાન પ્રવાહની કોલેજ તથા કોમર્સ અને આર્ટસ પ્રવાહની કોલેજો પણ શરૂ થવા જઈ રહી છે જેથી જસદણ-વિંછીયા તાલુકાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ અભ્યાસ કરવાની અનેક તકો મળી રહેશે નજીકના ભવિષ્યમાં વિંછીયા જી.આઈ.ડી.સી. શરૂ થતા વિદ્યાર્થીઓ વ્યવસાયિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સધ્ધર બની શકશે અત્રે ઉલ્લેખનીય છે કે , રૂ. ૧.૨૭ કરોડના ખર્ચે બનનારૂ આ બી.આર.સી ભવન વિંછિયા તાલુકાના આશરે 15 હજાર બાળકો અને અંદાજીત 700 શિક્ષકોના શૈક્ષણિક અને ગુણવત્ સજ્જતા માટે ખુબ જ મહત્વનું બની રહેશે સમગ્ર તાલુકાની 83 પ્રાથમિક શાળાઓ અને 15 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનુ માર્ગદર્શન અને મોનીટરીંગ અહીંથી થઇ શકશે તાલુકાના દિવ્યાંગ બાળકોના વિશેષ શિક્ષણ માટે સ્પેશ્યલ એજ્યુકેટર દ્રારા તાલુકા રીસોર્સ રૂમ દ્રારા ફિઝીયોથેરાપી સહાય પુરી પાડવામાં આવશે સમગ્ર તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો આચાર્યો માટે જ્ઞાનકુંજ, સ્ટેમ લેબ,શિક્ષક સજ્જતા, પ્રજ્ઞા વર્ગો અને સેવાકીય તાલીમ કેન્દ્ર બનશે તાલુકામાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓ-શિક્ષકો માટે Online કામગીરી માટે સહાયક બને તેવા લેન્ગવેજ કોર્નર અને તાલુકામાં અભ્યાસ કરતા તમામ બાળકો માટેના પુસ્તકોના વિતરણ માટે સાહિત્ય સંચય- વિતરણ કેન્દ્રની ઉપલબ્ધિ કરાવવામાં આવશે તાલુકાની તમામ શાળા માટે નાણાંકીય, શૈક્ષણિક, તેમજ સહાયકની શિક્ષક મિત્ર એપ અને માર્ગદર્શન આપવામાં આવશે તાલુકા કક્ષાના કાર્યક્રમો જેવા કે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન, કલા ઉત્સવ, રમતોત્સવ, યુવા મહોત્સવ વગેરે સહ શૈક્ષણિક પુરૂ પાડવામાં આવશે તાલુકામાં અભ્યાસ કરતા બાળકોના વાંચન, ગણન અને લેખન અંગે નિપુણ ભારત ડિજિટલ મોનીટરીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તાલુકાની તમામ શાળાની કમ્પ્યુટર લેબ તથા જ્ઞાનકુંજ સ્માર્ટકલાસમાં જોડાયેલા બાળકો સાથે તાલુકા વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફત લાઇવ સંવાદની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે બી.આર.સી ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ,બી.આર.સી શ્રી હિતેશભાઈ ખલ્યાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશભાઈ પરમાર, તાલુકા શિક્ષણ અધિકારીશ્રી રમેશભાઈ વાછાણી, વિવિધ ગામના સરપંચશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયાના મંત્રીપદ હેઠળ ગુજરાતમાં અનેક ગામોનો વિકાસ થયો છે સાથોસાથ જસદણ અને વીંછિયા તાલુકાનો વિકાસ બહોળા પ્રમાણમાં થયો છે તેમની અને રાજ્ય કેન્દ્રની ભાજપ સરકાર દ્ધારા જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે તે કારણોસર જસદણ અને વીંછિયા પંથકના તમામ ગામોના હજજારો છેવાડાના નાગરીકોને લાભ મળ્યો છે લોકોના કામો માટે સતત પ્રયત્નશીલ એવાં કુંવરજીભાઈ ને મારા હદયપૂર્વકના અભિનંદન પાઠવું છું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.