સ્લગ લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં આંગણવાડી પાડી દીધા પછી નવી નહિ બનાવાતા લખતર તાલુકા ઓબીસી પ્રમુખ દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીનો વિડીયો વાયરલ કર્યો
લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં આંગણવાડી પાડી દીધા પછી નવી નહિ બનાવાતા લખતર તાલુકા ઓબીસી પ્રમુખ દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીનો વિડીયો વાયરલ કર્યતાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે નવી આંગણવાડી બનાવવા માટેનો ઠરાવ થયાને વર્ષો વીતી ગયાલખતર તાલુકાના ઘણા બધા ગામડાઓમાં જૂની પ્રાથમિક શાળા આંગણવાડી પાડી દીધાને અને નવી બનાવવા માટે કરવામાં આવેલ ઠરાવને વર્ષો વીતી ગયા તેમ છતાં નવી શાળા નવી આંગણવાડી બનતી નથી સાથે સૂત્રોના જણાવ્યા મુજબ ઘણી બધી આંગણવાડી શાળા બનાવવાનું શરૂ કરાયાને વર્ષો થયા છતાં આંગણવાડી કે શાળાનું કામ પૂર્ણ થયું નથી આથી આંગણવાડી કે શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને નાછુટકે ભાડાના મકાનમાં અથવા ગ્રામ પંચાયતમાં બેસાડવી પડે છે ત્યારે ઇંગરોળી ગામની આંગણવાડી જર્જરિત થઈ ગઈ પાડી દેવામાં આવી છે ત્યારે લખતર તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ બીજરાજખાન મલેકના જણાવ્યા મુજબ નવી બનાવવા માટે થઈને ઠરાવ કરી દીધાને વર્ષો થઈ ગયા છતાં નવી આંગણવાડી બનાવવામાં આવતી નથી આથી તેમના દ્વારા રોષે ભરાઈ ભાડાના મકાનમાં બેસતી આંગણવાડીનો વિડીયો વાયરલ કરવામાં આવતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.