મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સંદર્ભમાં જિલ્લાકક્ષાએ થઈ રહેલ કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તુરંત સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.