સામાન્ય વાતમાં ઝઘડો થતાં સાથી કર્મચારીએ જ ધક્કો મારી શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યો હતો - At This Time

સામાન્ય વાતમાં ઝઘડો થતાં સાથી કર્મચારીએ જ ધક્કો મારી શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યો હતો


નવા બંધાતા બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં શ્રમિક યુવાનનાં મોતનો બનાવ

શહેરના પોપટપરા પાસે નવા બંધાતા પ્રધાનમંત્રી આવાસ યોજના બિલ્ડિંગમાં મજૂરીકામ કરતાં એમપીના યુવકનું બે દિવસ પહેલાં વહેલી સવારે બીજા માળેથી પટકાતાં મોત થયું હતું. જે બનાવમાં હત્યા થયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

મધ્યપ્રદેશના દેહડલા ગામે રહેતા રમેશભાઇ મગનભાઇ વાસ્કેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે હાલ જામનગરના કાલાવડ તાલુકાના ખરેડી ગામે રહેતા હોવાનું અને તેનો નાનોભાઇ પિન્ટુ છેલ્લા એક માસથી રાજકોટમાં પોપટપરા પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બંધાતા બિલ્ડિંગમાં સેન્ટ્રીંગ કામ કરતો હોય અને તેના જ ગામનો સુરેશ હેમતા વાસ્કેલા સાથે ઓરડીમાં ત્યાં રહેતો હોય તા.15ના રોજ તેના ગામના રાજુભાઇનો ફોન આવેલ કે, પિન્ટુભાઇ બિલ્ડિંગના બીજા માળેથી નીચે પડી ગયો હોવાનું અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તે રાજકોટ આવ્યા હતા અને થોડીવાર બાદ તેના ભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અંતિમવિધિ બાદ પરત રાજકોટ આવી તપાસ કરતાં રામલાલે તેને જણાવ્યું કે, તા.15ના રોજ તેનો ભાઇ પિન્ટુ બીજા માળેથી નીચે પડી ગયા બાદ ડેકારો થતાં તેને તપાસ કરતાં ત્યાં રાજુ, રામુ સહિતના લોકો હાજર હતા અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જે બનાવમાં તેના ભાઇ પિન્ટુને સુરેશ વાસ્કેલા સાથે આગલા દિવસે કોઇવાતમાં ઝઘડો થયો હોય જેનું બન્નેએ સમાધાન પણ કરી લીધું હતું, ત્યારબાદ તા.15ના રોજ વહેલી સવારે પિન્ટુ અને સુરેશને માથાકૂટ થઇ હતી ત્યારબાદ સુરેશએ પિન્ટુને ધક્કો મારી બીજા માળેથી ફેંકી દીધો હોવાનું જણાવતા પ્ર.નગર પીઆઇ બી.એમ.ઝનકાંત સહિતના સ્ટાફે તપાસ કરતાં પિન્ટુએ તેનો મોબાઇલ સુરેશ હેમતાને વાપરવા આપ્યો હતો જે પરત નહીં દેતા બન્ને વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી સુરેશે ધક્કો મારી બીજા માળેથી ફેંકી હત્યા કર્યાનું બહાર આવતાં પોલીસે મૃતક પિન્ટુના ભાઇ રમેશની ફરિયાદ પરથી હત્યા સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.