ગુજરાતમાં તમામ ધંધાર્થીઓ માટે એક સરખો વ્યવસાય વેરો રાખી કરેલ વધારો પરત ખેંચવા ટિમ ગબ્બરની માંગ
ગુજરાતમાં તમામ ધંધાર્થીઓ માટે એક સરખો વ્યવસાય વેરો રાખી કરેલ વધારો પરત ખેંચવા ટિમ ગબ્બરની માંગ
વિસાવદરતાટીમ ગબ્બર ગુજરાતના કે એચ ગજેરા એડવોકેટ અને વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોષી મારફત મુખ્ય મંત્રી,ગૃહ મંત્રી,ઉદ્યોગ મંત્રી,સામાન્ય વહીવટ વિભાગ, અગ્ર સચિવશ્રી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ ગાંધીનગર કલેકટર,સુરતમ્યુનિસિપલ કમિશનર,ડે કમિશનર વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,હાલમાં સુરત સહિત તમામ રાજ્યનીમહાનગર પાલિકા તથા નગર પાલિકા માં ૧ નવેમ્બર ૨૩ પહેલા વ્યવસાય વેરાના પ્રકાર મુજબ ૫૦૦/-, ૧૨૫૦ /-, ૨૪૦૦,લેવામાં આવતા હતા અને ત્યારબાદ નવા વ્યવસાય વેરા પેટે દરેકને ૨૫૦૦/- રુપિયા ભરવા માટે મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓ દ્વારા તમામ ધંધાર્થીને બિલ મોકલવામાં આવ્યા છે અને અમુક પ્રકારના ધંધા માટે ૫૦૦/- રુપિયા ભરવાના થતા હતા અને અમુક ધંધાર્થીને ૧૨૫૦/- રુપિયા ભરવાના થતા હતા અને અમુક ધંધાર્થીને ૨૪૦૦/- રુપિયા ભરવાના થતા હતા જ્યારે ૧ નવે.૨૩ પછી તાત્કાલિક આ રકમમાં ડબલ રકમનો વધારો કરવામાં આવ્યો છે તે અસહ્ય છે અને હાલમાં તમામ ધંધામાં મંદી ચાલી રહી છે અને મોંઘવારી પણ વધી છે ત્યારે નાના દુકાનદારોને પોતાના ધંધા રોજગાર બંધ કરવાના વારા આવ્યા છે અને નાના વેપારીઓ જેવા કટલેરીવાળા,નાના પાનના ગલ્લા વાળા, વિગેરેને વ્યવસાય વેરામાં ધટાડો કરવા તથા અન્ય તમામ વ્યસાય કરતા લોકોનો વ્યવસાય વેરો એક સરખો રાખવા અને કરવામાં આવેલ વ્યવસાય વેરાની રકમમાં યોગ્ય ઘટાડો કરવો જરૂરી છે અને આટલા બધા વધારાથી નાના અને મધ્યમ વર્ગના ધંધાર્થીને પણ મુશ્કેલી પડે છે ત્યારે હાલની સંવેદન શીલ સરકાર દ્વારા નાના મોટા ધંધો કરતા વેપારીઓને મુશ્કેલ સમયમાં વ્યવસાય વેરામાં યોગ્ય રાહત આપવામાં આવે તેવી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત છે જે રજુવાત યોગ્ય અધિકારી, યોગ્ય વિભાગને અમારી રજુવાત મોકલી આપી રજુવાત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના સરનામે મોકલી આપવા રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.