આરપીએફ હિંમતનગર દ્વારા સલાલ સ્કૂલ માં જાગરૂકતા અભિયાન
આરપીએફ હિંમતનગર દ્વારા સલાલ સ્કૂલ માં જાગરૂકતા અભિયાન
+++++++++++++++++++++
આજ રોજ તારીખ 18/07/2024 નાં હીંમત નગર રેલ્વે પીઆઇ શિવનાંથ મીના અને પીએસઆઈ હરેશ ચૌહાણ એ સલાલ પ્રાથમિક સ્કૂલ માં જાગરૂકતા અભિયાન કરવામાં આવ્યું હતુ જેમાં બાળકોને રેલ્વે લાઇન પાર ન કરવા, ચાલતી રેલ ગાડીમાં પથ્થર ના ફેકવા, રેલ્વે ગાડી ના પગથિયાં પર બેસી યાત્રા ન કરવા, રેલ્વે માં પોતે તથા પોતાના પરિવાર સાથે યાત્રા કરતાં સમયે રેલ્વે ટિકિટ લીધા પછી જ યાત્રા કરવી તેમજ સ્ટેશન પરિસર માં પ્રવેશ કરવા, તેમજ રેલ ગાડી/સ્ટેશન પરિસર માં ગંદગી નહીં કરવા, યાત્રા કરતાં સમયે પોતાનો કીમતી સામાન સાચવીને રાખવા, તેમજ રાત્રિ દરમ્યાન યાત્રા સમયે ટ્રેન ગાડી ના બારી દરવાજા બંદ રાખવા, યાત્રા સમયે કોઈ પણ અજાણ્યા માણસ પાસે થી કોઈ પણ વસ્તુ ખાવી નહીં જેમાં જહર/નશીલા પદાર્થ ભેળવેલો હોય શકે છે જેના થી જાણ અને માલ ની નુકસાની થઈ શકે છે, તથા એકલા બાળક ને યાત્રા કરતાં હોવાની જાણ થતાં તથા અન્ય કોઈ સંદિગ્ધ ગતિવિધિ દેખાતા RPF/રેલ્વે પોલીસ ને બતાવવા તથા યાત્રા સમયે કોઈ પણ પ્રકાર ની તકલીફ/પરેશાની થાય તો રેલ્વે હેલ્પ લાઇન નં 139 પર જાણ કરવા અને મદદ માંગવા સબંધી જાણકારી આપી બધા બાળકો ને જાગરૂક કરેલ છે. તથા બાળકો ના માધ્યમ થી એમના વાલિયો ને જાગરૂક કરવા સારું ઉપરોક્ત બધી વાતો ની સાથે સાથે પોતાના પાલતુ જાનવરો ને રેલ્વે લાઇન થી દૂર રાખવા, રેલ્વે ફાટક પાર કરતાં સમયે સાવચેતી રાખવા બાબતે જાગરૂક કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.