વિરપુરની વૃંદાવન સોસાયટીમાથી પાંચ ફુટના મગરનું રેસક્યું કરાયું….
મહિસાગર જીલ્લાના વિરપુરમા રહેણાંક સોસાયટીમાં આશરે પાંચ ફુટનો મગર હોવાની જાણ થતાં વિરપુર વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક મગરનું રેસકયુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયો હતો વિપુરની વૃંદાવન સોસાયટીમા રાત્રીના સમયે અચાનક પાંચ ફુટનો મગર સોસાયટીમાં ઘુસી આવ્યો હતો જોકે મગરને જોઇને સોસાયટીમાં અફડાતફડી મચી ગઇ હતી ત્યારે સોસાયટીના રહીશોએ વિરપુરની વનવિભાગને જાણ કરતા વન વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી વન વિભાગના વિ કે પરમાર RFO અને એ જી વાઢેર વન રક્ષકની ભારે જહેમત બાદ મગરનું સફળ રેસકયુ કર્યું હતું મગરનુ રેસકયુ કરી તેના કુદરતી જગ્યાએ મહિસાગર નદી હાડોળ ખાતે મુક્ત કરવાની કામગીરી વનવિભાગ દ્વારા કરવામાં આવી હતી રહેણાંક વિસ્તારમાં મગર આવી ચઢતા લોકોના જીવ પડીકે બંધાયા હતા જોકે વનવિભાગ દ્વારા મગરનુ રેસકયુ કરી દેતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.