રાજુલા શહેરના પડતર પ્રશ્નને લઇ કોગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું……
રાજુલા શહેરના પડતર પ્રશ્નને લઇ કોગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું......
રાજુલા શહેર કોગ્રેસ સમિતિ દ્વારા પડતર પ્રશ્નને લઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું. જેમા જણાવેલ કે, નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થય ચુકી છે. ત્યારે હાલ વહીવટદાર નગરપાલિકાનું શાસન ચાલી રહ્યુ છે. રાજુલા શહેરમાં નગરપાલિકા સફાઇ, પાણી, લાઇટ સહિત વિવિધ બાબતોને લઇ કામગીરી કરવામાં ન આવતા જેથી શહેરીજનો ત્રસ્ત થયાં છે. રાજુલા વિસ્તારનાં દરેક વોર્ડમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે. પરિણામે રોગચાળાની ભિતી વર્તાઈ રહી છે. જેથી દરેક વોર્ડમાં નિયમિત સફાઇ કરવામા આવે તેમજ જંતુનાસક દવાઓનો છટકાવો જરૂરી છે. અને શહેરના રાજમાર્ગો તથા શેરીઓના રસ્તાઓ બીસ્માર હાલતમાં થયેલ હોય તે અંગે તત્કાલ સમારકામ શરૂ કરવામાં આવે સાથોસાથ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો મોટાભાગે બંધ હાલતમા પડેલ છે. જેથી તમામ લાઇટો પુનઃ શરૂ થાય અને રાજુલા શહેરને અંધકારની ગર્તામાંથી સત્વરે બહાર કાઢવાનું કાર્ય થાય તેવી અમારી માગણી છે. ખાસકરીને લોકોને પીવાનાં પાણી માટે
મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે નિયમિત શહેરજનોને પાણી આપવામા આવે સહિત વિવિધ શહેરના પડતર પ્રશ્નનોને તાત્કાલિક ધોરણે વહીવટદાર નગરપાલિકા દ્વારા નિરાકરણ કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. અને જો આગામી સમયમાં કોઈપણ પ્રશ્નનુ નિરાકરણ કરવામા નહી આવા તો ગાંધી ચીઘ્યા માર્ગે આંદોલન ચિમકી ઉચ્ચારી હતી. આ તકે શહેર કોગ્રેસ પ્રમુખ રવીરાજભાઇ ધાખડા, રાહુલભાઇ ધાખડા, વિજયભાઈ વાઘ, ગાંગાભાઇ હડિયા, ઉત્સવભાઇ મારુ, રવજીભાઈ મહિડા, આરીફભાઇ સેલોત સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં......
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.