લખતર જુગતરામ દવે પેસેન્ટર શાળામાં પોતાના વ્હાલાસોયા પુત્રની યાદમાં માતાપિતાએ નોટબુક અને નાસ્તાનું વિતરણ કર્યું
લખતર જુગતરામ દવે પેસેન્ટર શાળામાં પોતાના વ્હાલાસોયા પુત્રની યાદમાં માતાપિતાએ નોટબુક અને નાસ્તાનું વિતરણ કર્યુંનોટબુક વિતરણ સમયે તેમની સાથે તેમના સ્વ પુત્રના મિત્ર અને તેમની પત્ની અને પાડોશીની દીકરીઓ જોડાયા અને નોટબુક નાસ્તાનું વિતરણ કર્યુંલખતર એવી ઓઝા સંસ્કાર ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભૂતપૂર્વ શિક્ષક કનૈયાલાલ પટેલ ઉર્ફે કનુભાઈ અને લખતર ન્યાયકોર્ટ વકીલાત કરતા બીનાબેન પટેલનો એકનાએક પુત્ર કૃણાલ પટેલનુ સુરત મુકામે માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું સ્વ કૃણાલ પટેલનું દુઃખદ અવસાન થયાની દસમી પુણ્યતિથિ નિમીતે કનુભાઈ પટેલ અને બીનાબેન પટેલ દ્વારા લખતર ગામની દરેક સ્કૂલમાં નોટબુક અને નાસ્તાનું વિતરણ કરી રહ્યા છે ત્યારે આજે બીનાબેન પટેલ અને કનુભાઈ પટેલ લખતર ગામના ભૂતપૂર્વ સ્વતંત્રસેનાની અને સમગ્ર વિશ્વમાં લખતર ગામનું નામ ઉજાગર કરનાર જુગતરામ દવેના નામનું નમાધિકરણ પામેલ જુગતરામ દવે પેસેન્ટર શાળા અને ગુજરાત રાજ્યની ચાર ગ્રીનસ્કૂલ માની એક એવી જુગતરામ દવે પેસેન્ટર શાળામાં તેમના પુત્ર સ્વ કૃણાલના મિત્ર મંડળ અને તેમની પત્નીઓ અને તેમની પુત્રી સમાન દીકરીઓને સાથે લઈ પહોંચ્યા હતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને નોટબુક અને નાસ્તાના પેકેટ અર્પણ કર્યા હતા સ્વ કૃણાલના માતાપિતા કનુભાઈ પટેલ અને બીનાબેન પટેલના આ કાર્યને જુગતરામ દવે પેસેન્ટર શાળાના આચાર્ય શિક્ષક અને શિક્ષિકાઓએ ખૂબ ખૂબ બિરદાવ્યું હતું
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.