યુપીમાં મોટી ટ્રેન દુર્ઘટના, 4નાં મોત:ડિબ્રુગઢ એક્સપ્રેસના 15 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 20થી વધુ ઘાયલ; રેસ્ક્યૂ કામગીરી શરૂ
યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો હતો. ડિબ્રુગઢ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાંથી 3 પલટી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. 20-25 મુસાફરો ઘાયલ થયા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેન ચંડીગઢથી આવી રહી હતી. ડિબ્રુગઢ એક્સપ્રેસ (15904) ચંડીગઢથી ડિબ્રુગઢ સુધી ચાલે છે. ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ હતી. ગુરુવારે બપોરે જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તી વચ્ચે ઝિલાહી સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી ટ્રેનની બોગી પલટી ગઈ. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું- ગોંડાથી 20 કિમી દૂર બપોરે લગભગ 2.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. માનકાપુર સ્ટેશન અહીંથી 5 કિમી દૂર છે. 3 ડબ્બા પલટી ગયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.