UP સરકારમાં ખેંચતાણ વચ્ચે અખિલેશની મોન્સૂન ઓફર:કહ્યું- 100 લાવો, સરકાર બનાવો; કેશન મૈર્ય પર નિશાન સાધતા X પર પોસ્ટ કરી- લૌટ કે બુદ્ધુ ઘર કો આયે
યુપી સરકારમાં ખેંચતાણ વચ્ચે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય બુધવારે મોડી રાત્રે દિલ્હીથી પરત ફર્યા હતા. કેશવ મૌર્ય 2 દિવસમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને દિલ્હીમાં બે વખત મળ્યા, પરંતુ તેઓ પીએમ મોદી અને શાહને મળી શક્યા નહીં. અહીં, કેશવ મૌર્ય લખનૌ પરત ફર્યા બાદ સપાના વડા અખિલેશ યાદવે X પર બે પોસ્ટ કરી. બુધવારે રાત્રે લખ્યું - લૌટ કે બુદ્ધુ ઘર કો આયે. ગુરુવારે સવારે તેમણે મોન્સૂન ઓફર કરી હતી. કહ્યું- 100 લાવો, સરકાર બનાવો. તેમણે બંને પોસ્ટમાં કોઈનું નામ નથી લખ્યું. જો કે રાજકીય વર્તુળોમાં તેને કેશવ મૌર્ય સાથે જોડવામાં આવી રહ્યો છે. આ પહેલા 2022 માં પણ અખિલેશે જાહેરમાં કેશવ મૌર્યને 100 ધારાસભ્યો સાથે પક્ષ બદલવા પર મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી હતી. અહીં 27-28 જુલાઈના રોજ દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમની બેઠક યોજાશે. જેમાં સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ આ બેઠકમાં હાજરી આપશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.