બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં 6ના મોત:તમામ 8 રાજ્યોમાં વિદ્યાર્થીઓએ કર્યું બંધનું એલાન, PM હસીનાએ કહ્યું- ન્યાય અપાશે
બાંગ્લાદેશમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અનામત નાબૂદ કરવાની માગ કરી રહ્યા છે. આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસ સાથેની અથડામણમાં 6 લોકોના મોત થયા છે. તે જ સમયે 400થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બુધવારે સાંજે રાજધાની ઢાકામાં આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણમાં એક બાળક સહિત છ લોકોને ગોળી વાગી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઢાકા સહિત બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે દેશવ્યાપી બંધ, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે એટલે કે, ગુરુવારે (18 જુલાઈ) દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. વિદ્યાર્થી આંદોલનના નેતાઓએ કહ્યું છે કે, ગુરુવારે હોસ્પિટલ અને ઈમરજન્સી સેવાઓ સિવાય બધુ જ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રસ્તાઓ પર માત્ર એમ્બ્યુલન્સ સેવાને જ જવા દેવામાં આવશે. જુઓ હિંસાની તસવીરો... પીએમ હસીનાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અમલ થવા દીધો ન હતો
આ વિદ્યાર્થીઓ 1971ના મુક્તિ સંગ્રામમાં લડેલા સૈનિકોના બાળકોને સરકારી નોકરીમાં અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. આના એક અઠવાડિયા પહેલા સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનામત પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વડાપ્રધાન શેખ હસીનાએ આ નિર્ણયને લાગુ થવા દીધો ન હતો. હસીના સરકારનું કહેવું છે કે આ નિર્ણય તેમના હાથમાં છે. બાંગ્લાદેશમાં, પાકિસ્તાન સામે 1971નું યુદ્ધ લડનારા લોકોને યુદ્ધ હીરો કહેવામાં આવે છે. બાંગ્લાદેશમાં 30% નોકરીઓ આ યુદ્ધ નાયકોના બાળકો માટે આરક્ષિત છે. આ અનામત સામે વિદ્યાર્થીઓનો રોષ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે મેરિટના આધારે નોકરી આપવી જોઈએ. માત્ર એટલા માટે કે કોઈના પૂર્વજો યુદ્ધ નાયક હતા તેનો અર્થ એ નથી કે તેમના બાળકોને પણ લાભ મળવો જોઈએ. PM હસીનાનું રાષ્ટ્રને સંબોધન
દરમિયાન, બુધવારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે જાહેરાત કરી છે કે અનામત વિરુદ્ધ આંદોલનમાં થયેલા મૃત્યુની તપાસ માટે ન્યાયિક તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ દરમિયાન શેખ હસીનાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને દેશની ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે તેઓને ન્યાય મળશે. શેખ હસીનાએ આરક્ષણ વિરોધમાં જાન-માલના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ બદમાશોને પરિસ્થિતિનો લાભ લેવાની તક ન આપે. વડા પ્રધાને કહ્યું કે જેમણે હત્યાઓ કરી છે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તેઓ ગમે તે પક્ષ સાથે સંકળાયેલા હોય, તેમની સામે કેસ કરવામાં આવશે. જાન્યુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી પછી આ પહેલીવાર છે જ્યારે દેશમાં આટલા મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. 1971માં બાંગ્લાદેશને આઝાદી અપાવનાર લોકોના બાળકો પણ આ પ્રદર્શનોમાં સામેલ છે. લોકોનું કહેવું છે કે હસીના સરકારે એવા લોકોને અનામત આપી છે જેમની આવક વધારે છે. આ લોકો એવા છે જેમને હસીનાના મતદાર માનવામાં આવે છે. સરકારનું કહેવું છે કે વિકલાંગ લોકો અને લઘુમતી સમુદાયના લોકોને નોકરીઓમાં 30% અનામત આપવામાં આવી હતી. આરક્ષણના નિયમો શું છે?
વડાપ્રધાન શેખ હસીનાએ 2018માં નવા આરક્ષણ નિયમો લાગુ કર્યા હતા. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકોને 30%, પછાત જિલ્લાઓને 10%, મહિલાઓને 10%, લઘુમતીઓને 5% અને વિકલાંગોને 1% નોકરીઓ આપવામાં આવી છે. આ સંદર્ભમાં, સરકારી નોકરીઓમાં 56% અનામત છે. જેની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની 5 માંગણીઓ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.