શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કવિ ઉમાશંકર જોષીની જન્મભૂમિ બામણા પુનાસણ ખાતે કાર્યરત શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસે આપણું ગામ હરીયાળુ ગામનાં સંકલ્પ સાથે વૃક્ષો અને ફુલ છોડનું વાવેતર કર્યુ હતું. બાલવાડીમાં અભ્યાસ કરતા નાના બાળકોને તુલશી ક્યારાનુ અને બિસ્કીટના પેકેટનું વિતરણ કરાયું હતું. ૩૦૦થી વધુ ફુલ છોડ અને વૃક્ષો શ્રવણ સુખધામ સંસ્થાનાં ઉદ્યાનમાં, આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં, ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર પરિસર પંચવટી બગીચામાં વાવેતર કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના એમ.ડી. એસ.કે.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં પ્રજાપતિ સમાજનાં અગ્રણી અને સામાજિક કાર્યકર ભિખાભાઈ જી. પ્રજાપતિ, રવિકુમાર ભોઈ, રીંકુબેન પ્રજાપતિ, સહાયક જીજ્ઞાબેન ચિંતન પ્રજાપતિએ ખુબ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.