રાધાકૃષ્ણ સોસાયટીના 25 વર્ષિય યુવકનું વીજશોક લાગતા મોત - At This Time

રાધાકૃષ્ણ સોસાયટીના 25 વર્ષિય યુવકનું વીજશોક લાગતા મોત


રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં 25 વર્ષિય યુવકનું વીજશોક લાગતાં મોત નિપજ્યું હતું. કોઠારીયા રોડ પર આવેલ પોતાની દુકાને યુવકને વીજશોક લાગ્યો હતો બાદ સારવાર કારગત નીવડે તે પહેલાં દમ તોડી દિધો હતો. બનાવની વિગત મુજબ જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં 17માં રહેતો યોગેશ રમેશભાઈ ભાલાળા (ઉ.વ.25) નામનો યુવાન ગઈ કાલ સાંજે પાંચ વાગ્યા આસપાસ કોઠારીયા રોડ શ્યામકિરણ સોસાયટીમાં આવેલ પોતાની દુકાને હતો.
ત્યારે કોઈ કારણોસર વિજશોક લાગતા તાકીદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકનાં મોતથી તેઓનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.