પોરબંદર આઇ.સી.ડી.એસ. વિભાગની જિલ્લા કક્ષાની મોનિટરિંગ અને રીવ્યુ બેઠક યોજાઈ - At This Time

પોરબંદર આઇ.સી.ડી.એસ. વિભાગની જિલ્લા કક્ષાની મોનિટરિંગ અને રીવ્યુ બેઠક યોજાઈ


જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં આઈ.સી.ડી.એસ.ની કામગીરીની પ્રગતિ, યોજનાકીય સૂચનો, સુધારાત્મક પગલાં લેવા સહિતના મુદ્દે સમીક્ષા કરાઇ

પોરબંદર, તા. ૧૨

પોરબંદર આઇ.સી.ડી.એસ. વિભાગની જિલ્લા કક્ષાની મોનિટરિંગ અને રીવ્યુ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં આઈ.સી.ડી.એસ.ની કામગીરીની પ્રગતિ, યોજનાકીય સૂચનો, સુધારાત્મક પગલાં લેવા સહિતના મુદ્દે સમીક્ષા કરાઇ હતી.
પોરબંદર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આઇસીડીએસ વિભાગની જિલ્લા કક્ષાની મોનિટરિંગ અને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠકકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાએ તેમના વિભાગની થયેલ કામગીરી વિશે જાણકારી આપી હતી.
આઇસીડીએસ વિભાગમાં થયેલ કામગીરી, ભાડે ચાલતા આંગણવાડી કેન્દ્રો માટે જમીન ઉપલબ્ધી અન્વયેની કામગીરી, આંગણવાડી કેન્દ્રોની માહિતી, માળખાકીય સુવિધા, આંગણવાડી મકાન બાંધકામ માટે જમીન ઉપલબ્ધી, બ્લોક કચેરી તથા સેજા કચેરીની કામગીરી, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના લાભાર્થી, ટેક હોમ રાશનના લાભાર્થી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, બાળકોના પોષણ સ્તર, વર્કર-તેડાગરની ખાલી ભરેલ જગ્યાના પત્રક વગેરે મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠકરર દ્વારા આંગણવાડીના બાળકોને ગુણવત્તા યુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તેની પૂર્તિ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમજ મધ્યમ અને કુપોષિત બાળકોની દર માસે આરોગ્ય શાખા દ્વારા આરોગ્યની તપાસ કરી વિવિધ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા, મામલતદાર શ્રી આર. કે. ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બી.બી. કરમટા સહિત ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.