રાજકોટના યુવાનને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી મિત્રએ રૂ.71 લાખ પડાવ્યા, બાકીના પૈસાની ઊઘરાણી માટે લમણે બંદૂક મૂકી - At This Time

રાજકોટના યુવાનને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી મિત્રએ રૂ.71 લાખ પડાવ્યા, બાકીના પૈસાની ઊઘરાણી માટે લમણે બંદૂક મૂકી


રાજકોટ શહેરમાં ઓનલાઇન ગેમિંગના રવાડે ચડેલા યુવાને કરોડો રૂપિયા હારી જતાં તેની ઉઘરાણીમાં ત્રણ શખસોએ ધાક-ધમકી આપવાનું શરૂ કરી દઇ બે શખસો દ્વારા લમણે બંદૂક મુકી રૂપિયાની ઉઘરાણી કરતાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ત્રિપુટીને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના પેડક રોડ ઉપર રહેતા પ્રિન્સ મનોજભાઇ ઠુંમર (ઉ.વ.24)એ ક્રાઇમ બ્રાન્ચમાં 40 ફૂટ રોડ ઉપર ઓમનગર સર્કલ પાસે પ્રણાલીપાર્કમાં રહેતા ઉત્તમ અશોકભાઇ વીરડિયા, માયાણીનગરમાં રહેતા સ્મિત કિશોરભાઇ સખીયા અને સરદારનગર-2માં રહેતા રવિ રમેશભાઇ વેકરિયા સામે ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.