80 વર્ષીય વૃદ્ધા બહાર નીકળ્યા બાદ ઘર ભૂલી ગયા, જાગૃત નાગરિકના કોલ બાદ ટીમે કરી કાર્યવાહી
રાજકોટ અભયમની ટીમ મહિલાઓની સમસ્યા માટે હંમેશા કાર્યરત રહેતી હોય છે. જેમાં મહિલાને તેના પતિ તરછોડીને ચાલ્યા ગયા હોય કે, ઘરેલુ ઝઘડામાં મહિલાઓ માટે અભયમ સહારો છે ત્યારે હવે અભયમ ટીમે 80 વર્ષીય વૃદ્ધાનું તેમના પુત્ર સાથે મિલન કરાવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર એક જાગૃત નાગરિકના કોલ બાદ અભયમ ટીમ ત્યાં પહોંચતા એકલવાયા વૃદ્ધા દેખાયા હતા, જેઓ નિઃસહાય હતા અને ઘર ભૂલી ગયા હોય એવું લાગતું હતું. બાદમાં વૃદ્ધાનું તેમના પુત્ર સાથે મિલન કરાવી કાઉન્સેલિંગ કરવામા આવતા વૃદ્ધાના પુત્રએ અભયમ ટીમનો આભાર માની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.