રાજકોટમાં ખાડા પૂરવા, ઢાંકણા-પાઇપ રીપેરીંગ સહિતના કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કર્યું, પ્રોફેશનલ ટેક્સ, GST રિફંડ સહિતનાં મુદ્દે રોષ - At This Time

રાજકોટમાં ખાડા પૂરવા, ઢાંકણા-પાઇપ રીપેરીંગ સહિતના કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કર્યું, પ્રોફેશનલ ટેક્સ, GST રિફંડ સહિતનાં મુદ્દે રોષ


રાજકોટમાં ઝોનલ કોન્ટ્રાક્ટરોએ અચાનક હળતાલનો માર્ગ અપનાવ્યો છે. રસ્તાના ખાડા પૂરવા, ગટરના ઢાંકણા રીપેર કરવા, પાણીની પાઇપલાઇન રીપેરીંગ સહિતના છુટક મેન્ટેનન્સ કામ કરતા 125 જેટલા ઝોનલ અને ટેન્ડર કોન્ટ્રાકટરોએ આજથી એકાએક હડતાલ શરૂ કરી છે. જેને લઈને મનપાના ત્રણે ઝોન અને તમામ 18 વોર્ડમાં ચોમાસામાં કામગીરી સ્થગિત બની થઈ છે. પ્રોફેશનલ ટેક્સ સહિત, GST રીફંડ, લેબરના વ્યવસાય વેરા તેમજ સોગંદનામાના નિયમના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.