તલાક થયા બાદ ચિંતા રહેતી રૂકશાનાએ એસિડ પી જીવ દીધો - At This Time

તલાક થયા બાદ ચિંતા રહેતી રૂકશાનાએ એસિડ પી જીવ દીધો


રાજકોટમાં તલાક થયા બાદ ચિંતા રહેતી 30 વર્ષીય રૂકશાનાએ એસિડ પી જીવ દીધો હતો. એક વર્ષ પહેલા છૂટાછેડા થયા પછી રૂકશાના તેના પિતાના ઘરે જૂની ખોડિયાર સોસાયટીમાં રહેતી હતી. ગઈકાલે પિતાના ઘરે જ પગલું ભરી લીધું હતું.
આ અંગે મળતી વિગત મુજબ, રૂકશાના ઇકબાલ લીગડીયા (ઉં. વ.30, જૂની ખોડિયાર સોસાયટી, શેરી નં. 4, નંદા હોલ પાછળ)એ આજે બપોરે 3 વાગ્યે પોતાના ઘરે એસિડ પી લીધું હતું. પરિવારને જાણ થતાં તુરંત રૂકશાનાને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાઈ હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના ડો. પંકજ પાટીલે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રૂકશાનાના લગ્ન રાજકોટમાં જ બાબરીયા કોલોનીમાં રહેતા યુવક સાથે થયા હતા. જેનાથી તેને સંતાનમાં એક દીકરી છે. દરમિયાન લગ્ન જીવનમાં અણ બનાવ બનતા તલાક થઈ ગયા હતા. પછીથી રૂકશાના એક વર્ષથી પિતાના ઘરે રહેતી હતી. તલાક થયા એ બાબતે લાગી આવતા તે ચિંતામાં રહેતી હતી. જેથી ગઈકાલે આ પગલું ભરી લીધું હતું. ભક્તિનગર પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.