ભાગીદારી ધંધાનું લેણું ન ચૂકવતાં તુષાર સેખલીયાએ ફિનાઇલ પી લીધું : સારવારમાં - At This Time

ભાગીદારી ધંધાનું લેણું ન ચૂકવતાં તુષાર સેખલીયાએ ફિનાઇલ પી લીધું : સારવારમાં


પેડક રોડ પર રહેતાં તુષાર સેખલિયાએ આજી જીઆઈડીસીમાં ધર્મેશ ખસિયા સાથે પાર્ટનરમાં ઇમીટેશનનો ગોલ્ડ પ્લાન્ટ શરૂ કર્યો હતો. જેમાં ત્રણ મહિના પહેલા ધંધામાંથી અલગ થવાનાં સમયે બજારમાંથી લેવાનાં બાકી પૈસા લઈ ધંધાનું લેણું ચુક્કવાનો નિર્ણય લીધો હતો. જે પૈસાનું લેણું ન ચૂકવી ધર્મેશ ખસિયાએ મકાન લઈ લીધું. અને ફોન બંધ કરી દિધો છે.જેથી વેપારીઓ પેમેન્ટ માટે તુષારને ફોન કરતાં હોય જેની ચિંતામા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બનાવની વિગત મુજબ પેડક રોડ બાંકેશ્ર્વર સોસાયટીમાં રહેતાં તુષારભાઈ જેન્તીભાઈ સેખલિયા (ઉ.વ.30) તેઓ ગઈ કાલે સાંજે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ શ્રી રામ ઇન્ટેક્સ કારખાનામાં હતાં ત્યારે ફિનાઇલ પી જતા તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં સારુ જણાતાં તબીબે રજા આપી હતી. આ અંગે તુષારભાઈએ જણાવ્યું હતું કે નવેક મહિના પહેલા આજી જીઆઈડીસીમાં ઈમીટેશનનો ગોલ્ડ પ્લાન્ટ પાર્ટનરમાં શરૂ કર્યો હતો. જેમાં તેને સાત લાખનું રોકાણ કર્યુ હતું. ધર્મેશભાઈ ખસીયા તેમાં પાર્ટનરમાં હતાં.
બાદ ધંધો બરોબર ચાલતો પણ હતો. બાદ ત્રણેક મહિના પહેલા તુષારભાઈને ભાગમાં રેહવું ન હોય અને પોતાનાં અલગ ધંધો કરવો હોય જેથી તેઓ ત્રણેક મહીના પહેલા ધંધામાથી અલગ થઈ ગયા હતા. ત્યારે તુષારભાઈએ ધર્મેશ સાથે બેઠક કરી હતી જેમાં ધંધામાં જેટલું લેણું છે તે બજારમાંથી પૈસા લેવાની બાકી હોય તે પૈસા લઈ લેણું ચૂકતે કરવાનું નિર્ણય લીધો હતો. બાદ ધર્મેશભાઈએ બજારમાંથી લેવાના બાકી 16 લાખ રૂપિયા લઈ લીધાં હતાં અને તે પૈસામાંથી ધંધાનું લેણું ન ચૂકવી પોતાનાં માટે મકાન લઈ લીધું હતું. અને હાલ ધર્મેશનો ફોન બંધ હોય જેથી અગાઉ ધંધા માટે લીધેલ અલગ અલગ વસ્તુનું પેમેન્ટ બાકી હોય જે પેમેન્ટ માટે વેપારી તુષારભાઈને ફોન કરી પેમેન્ટ ચૂકવી જવાનું કહ્યા કરે છે. અને તે ગોલ્ડ પ્લાન્ટમાં કામ કરતાં કારીગરોને પણ પગાર ચૂકવ્યો ન હોય જેથી કારીગરો તુષારભાઈને ફોન કરી કહ્યા રાખતાં હોય જેની ચિંતામાં ફિનાઇલ પી લીધાનું યુવકે જણાવ્યું હતું


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.