થાનગઢ ના ખાખરાથળ ગામે કોલસાની ગેરકાયદેસર ખાણ માં ભેખડ ધસી પડવાથી એક મજુર નું મોત
*થાનગઢ ના ખાખરાથળ ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા એક મજુર નું મોત*
*ચાર દિવસ માં ચાર મજુરો ના મોત કોલસાની ખાણો મા થતા તંત્ર હરકતમાં*
થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામની ખાતેદાર ખેડૂત ની જમીન માં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો માં ભેખડ ધસી પડવાથી એક મજુર નું મોત થયુ છે હજુ ચાર દિવસ પહેલા મુળી ના ભેટ ગામે ત્રણ મજુર ના મોત થયેલા ની શાહી સુકાય નથી ત્યા બીજો બનાવ સામે આવેલ છે ગતરાત્રી ના આઠ વાગ્યા ની આસપાસ માં કોલસાની ગેરકાયદેસર ખાણ માં ભેખડ ધસી પડવાથી ખાખરાથળ થાનગઢ ના દેવસીભાઈ ભલાભાઈ રોજાસરા ઉ. વ.૩૭ નું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું અને આ બનાવ છુપાવવા માટે રાતે જ અંતિમવિધિ કરી નાખવામાં આવેલ હતી ઘટનાસ્થળે પોલીસ ખાણ ખનીજ વિભાગ ના અધિકારી દોડી ગયા હતા પરંતુ સમગ્ર મામલો રફેદફે કરવાનો પ્રયાસ થયો છે
સુરેન્દ્રનગર જીલ્લાનું વહીવટી તંત્ર ખનીજચોરી સંદર્ભે સફાળુ જાગ્યુ .કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તત્કાલ બેઠક બોલાવી લગત તલાટી અને સરપંચને નોટીસો આપવામાં આવી.
વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગ બધુ સુપેરે જાણે છે.આ બાબતે અત્યારે ત્રણ દિવસમાં ચાર શ્રમિકોના મોત મામલે ભીનુ સંકેલવા અને યોગ્ય તપાસ ન થાય તેવા ભાજપના ઈશારે તપાસ જૂદી દિશામાં લઈ જઈ રહ્યા છે.
મુળીના ભેટ ગામમાં ત્રણ શ્રમિકોના મોત થયા છે તેમાં એફ આઈ આરમાં જેમના નામ છે તેની ધડપકડ થવી જોઈએ, ગઈકાલે ખાખરાથળમાં એક શ્રમિકનું મોત થયુ છે તેની એફ આઈ આર થવી જોઈએ, કેમ પી. એમ ન થયુ ? વગેર સત્ય હકીકત બહાર લાવી ખનીજ માફિયાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેની બદલે તલાટીઓ અને સરપંચોને પંદર દિવસમાં વિગતો રજૂ કરવા નોટીસ આપી આ ત્રણ દિવસની ઘટનાને છાવવરવાના પ્રયાસ થયા છે ,આ બધુ ભૂભાફિયાઓને બચાવવાનો અને તંત્રની મિલીભગત છે તેનાથી બચવાનો પ્રયાસ છે.
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.