ખંપાળીયા માં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી ઉઠી - At This Time

ખંપાળીયા માં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી ઉઠી


*મુળી ના ખંપાળીયા ગામે બંધાણ વિસ્તાર ની જમીન માં કોલસાની ગેરકાયદેસર ૩૫ ખાણો ધમધમી ઉઠી*

*ખેડૂતો ની માલિકી જમીનમાં સરકારી જમીન માં મોટાપ્રમાણમા ખનીજ ખનન*

મુળી ના ભેટ ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો માં ગેસ ગળતર ની ઘટનાઓ મા ત્રણ યુવાનો ના કમકમાટી ભર્યા મોત ની સ્યાહી હજુ સુકાય નથી ત્યારે ખનીજ માફીયાઓ ને નાથવામાં ખાણ ખનીજ વિભાગ ફિફાં ખાંડે છે ત્યારે મુળી ના ખંપાળીયા ગામે આવેલ બંધાણ વિસ્તાર ની જમીન જે દુધ‌ઈ અને ગઢડા ખંપાળીયા ના સિમાડે હોય ત્યાં અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા આઠ કોલસાની ગેરકાયદેસર ખાણો બુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તે જ જમીન ઉપર ફરી કોલસાની ગેરકાયદેસર ખાણો નવી આશરે ૩૫ જેટલી ધમધમતી જોવા મળે છે ત્યારે ખાણ ખનીજ વિભાગ ના અધિકારી કોઈ ફરકતા પણ નથી બેરોકટોક ખનન વહન ગેરકાયદેસર ચાલી રહ્યું છે ત્યારે ખંપાળીયા ના ખેડૂત ખાતેદાર એવા હરજીભાઈ કાનાભાઈ બાવળીયા ની માલિકી ની જમીન માં અને પ્રભુભાઈ કુકાભાઈ રંગપરા ની માલિકી જમીનમાં અને લાખાભાઇ નાજાભાઈ રબારી ની માલિકી ની જમીન સહિત સરકારી ખરાબા અને ગૌચર જમીન ઉપર ફરી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અહીંયા થતા જીલેટીન વિસ્ફોટ થકી દુધ‌ઈ ગઢડા ખંપાળીયા ગામોમાં ધડાકા ના મોટા અવાજો સાથે ભુકંપ જેવા ઝટકા સાથે ધણેણાટી અનુભવ થાય છે આ ગેરકાયદેસર કોલસાની ખાણો માં ખનીજ માફીયાઓ સાથે એક સ્થાનિક ભાજપ ના આગેવાનો પણ ભાગીદારી ધરાવે છે આ બાબતે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પોલીસ કે સરકારી તંત્ર કોઈપણ જાત ની કાયદેસર કાર્યવાહી થી દૂર કેમ રહે છે તે મોટો સવાલ પેદા થયો છે ગતવર્ષે પણ આ જ જમીન ઉપર હજારો ટન કાર્બોસેલ ખનિજ ખનન વહન થકી કાઢી લેવામાં આવેલ છે અને ચોરી થઈ ચુકી છે ત્યારે વધુમાં તદન નવા ૩૫ કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમતી થતા અનેક સવાલો ઉભા તંત્ર ઉપર થયા છે કે ભેટ દેવપરા જેવી મોટી ઘટનાઓ બને અને મજુરો જીવ ગુમાવે બાદ જ તંત્ર હરકતમાં આવશે??


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.