અષાઢ સુદ અગિયારસ એટલે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ. - At This Time

અષાઢ સુદ અગિયારસ એટલે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ.


અષાઢ સુદ અગિયારસ એટલે ગૌરી વ્રતનો પ્રારંભ. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. અષાઢ સુદ 11ના દિવસે કુંવારિકાઓ ગૌરી વ્રત શરૂ કરે છે અને પાંચ દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે. વ્રત દરમિયાન મીઠા વગરના ખાદ્ય પદાર્થોનું જ સેવન કરવાનું હોય છે.દેવશયની એકાદશીથી કુંવારિકાઓ આ વ્રતની શરૂઆત કરશે. નાની નાની બાલિકાઓ સવારના પહોરમાં શિવમંદિર જઈને શિવ-પાર્વતીની પૂજા કરતી હોય ત્યારે તેમને જોવા માત્રથી જાણે આપણા બઘા પાપ ધોવાઇ જતાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે.

આ વ્રત સતત પાંચ દિવસ કરવાનું હોય છે જેમાં બાલિકાઓ મીઠા વગરના એકાસણાં કરે છે જવારા વાવે છે અને તે પાંચે પાંચ દિવસ આ જવારાની પૂજા કરે છે. જવારામાં ખાસ તો જવ, ઘઉં, તુવેર, મગ, ચોળા, તલ અને ડાંગર એમ સાત ધાનને માટીમાં વાવવામાં આવે છે. જવારાના પૂજનમાં કુમકુમ, અક્ષત અને અબીલ ગુલાલ તેમજ દૂધથી પૂજા કરે છે. પાંચમાં દિવસે આ વ્રત કરનારી બાલિકાઓ જાગરણ કરે છે, અને બીજા દિવસે જવારા નદી, તળાવ કે સમુદ્રમાં વિસર્જિત કરે છે.આ પાંચ દિવસ દરમિયાન કુંવારિકાઓ શિવ-પાર્વતીની પૂજા કરે છે, વાર્તા કર્યા પછી જ એકાસણું કરે છે, અને પાંચ દિવસ બાદ વ્રતની પૂર્ણાહૂતિ એટલે કે અષાઢ સુદ પૂનમના દિવસે વ્રત પૂરું કરે છે. પાંચ દિવસ દરમિયાન કુંવારિકાઓ શિવ મંદિરે જઈને શિવ-લિંગની પૂજા કરે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.