1800ની ભરતી, 25,000થી વધુ અરજદાર:એર ઈન્ડિયામાં ઈન્ટરવ્યૂ માટે 1 કિમી લાંબી લાઇન, યુવકો ઝાડ પર ચડ્યા, નાસભાગની સ્થિતિ, VIDEO
એર ઈન્ડિયામાં નોકરી માટે વોક-ઈન ઈન્ટરવ્યૂ લેવાનો હતો. જેના માટે ઉમેદવારોને મુંબઈના કાલિનામાં સીવી સાથે બોલાવવામાં આવ્યા હતા. 1800 ખાલી જગ્યાઓ માટે હજારો લોકો પહોંચ્યા અને પછી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જેના કારણે કંપનીએ લોકોને તેમના સીવી છોડીને દૂર જવા કહ્યું. નોકરી માટે આ લડાઈનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. નોકરી મેળવવાનો ધસારો કાબૂ બહાર
નોકરી મેળવવા માટેના સંઘર્ષનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, એર ઈન્ડિયાએ યુટિલિટી એજન્ટની 1802 જગ્યાઓ પર ભરતી માટે વોક-ઈન ઈન્ટરવ્યૂ લીધા હતા. જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. કંપનીએ જણાવ્યું કે લગભગ 25,000 લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. તે જ સમયે, એવિએશન ઇન્ડસ્ટ્રી એમ્પ્લોઇઝ ગિલ્ડ (AIEG)એ તેમની સંખ્યા લગભગ 50 હજાર રાખી છે. નોકરી મેળવવાનો ધસારો કાબૂ બહાર ગયો. આ પછી કંપનીએ લોકોને તેમના સીવી સબમિટ કરવા અને ત્યાંથી જવાનું કહ્યું. સીવી મૂકીને દૂર જાઓ
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ્સ અનુસાર, એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)ના જનરલ સેક્રેટરી જ્યોર્જ અબ્રાહમે કહ્યું કે, તેમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 50 હજાર લોકો ત્યાં પહોંચ્યા હતા. લોકોને ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ નાસભાગ જેવો માહોલ સર્જાયો ત્યારે પૈસા લેવામાં નહીં આવે તેમ જણાવાયું હતું. સીવી મૂકીને દૂર જાઓ. બાદમાં બોલાવવામાં આવશે. દરમિયાન, એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ રામબાબુ ચિંતલાચેરુવુએ જણાવ્યું હતું કે, લગભગ 15,000 લોકો અરજી ફોર્મ સબમિટ કરવા આવ્યા હતા. એક કિલોમીટર લાંબી લાઈન હતી
એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)ના જનરલ સેક્રેટરી જ્યોર્જ અબ્રાહમે કહ્યું કે, કંપનીને ચેતવણી આપવામાં આવી છે કે આવી રીતે ભીડ એકઠી ન કરે. ત્યાં એક કિલોમીટર લાંબી લાઈન હતી. જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. આ બેરોજગારી દર્શાવે છે. ગુજરાતના ભરૂચમાંથી પણ આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો થોડા દિવસો પહેલાં ગુજરાતના ભરૂચમાંથી પણ આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો. એક હોટલમાં નોકરીનો ઈન્ટરવ્યૂ યોજાયો હતો. અરજદારોનું ટોળું કાબૂ બહાર ગયું હતું. જેના કારણે ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. આ નાસભાગમાં એક વિદ્યાર્થી પણ પડી ગયો હતો અને ઘાયલ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.